2023માં હોટ બાથ લેવાનો ખર્ચ 1023 પાઉન્ડ પર પહોંચી જશે

Wednesday 11th January 2023 06:17 EST
 
 

લંડન

હોટ બાથ દ્વારા દિવસની શરૂઆત કે અંત જેવો અન્ય સારો વિકલ્પ બીજો કોઇ નથી પરંતુ આ વર્ષે આ વર્ષે સ્નાન કરવાના ખર્ચમાં 90 ટકા જેટલો વધારો થઇ ગયો છે. એક અંદાજ પ્રમાણે 2023માં હોટ બાથ લેવાનો ખર્ચ વધીને 1023 પાઉન્ડ સુધી પહોંચી જશે. 2022માં આ ખર્ચ 542.88 પાઉન્ડ રહ્યો હતો. વીજળી અને ઇંધણોની કિંમતોમાં વધારાના કારણે પરિવારની તમામ જરૂરીયાતોના ખર્ચમાં વધારો થતો રહ્યો છે. 2022માં ડીશવોટર પાછળનો ખર્ચ 2021ના 132.68 પાઉન્ડની સામે વધીને 236.60 પાઉન્ડ પર પહોંચી ગયો હતો. વોશિંગ મશીન ચલાવવા પાછળનો ખર્ચ 95 ટકા વધીને 222.77 પાઉન્ડ થયો હતો. કુપ્પા બનાવવાનો ખર્ચ બમણો વધીને 18.69 પાઉન્ડ થયો હતો.

જોકે તમે સ્નાનનો સમય 4 મિનિટ કરીને વર્ષે 700 પાઉન્ડની બચત કરી શકો છો. આ માટે તમારે સપ્તાહમાં પાંચ દિવસને બદલે 3 દિવસ જ સ્નાન કરવાનું રહેશે. ફુલ લોડ લોન્ડ્રી કરીને તમે વર્ષે 124 પાઉન્ડ બચાવી શકો છો. પાણીના વપરાશમાં કરકસર કરીને તમે તમારા બિલ ઘટાડી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter