2024-25માં નેટ માઇગ્રેશન ઘટીને કોરોના મહામારી પહેલાના સ્તરે પહોંચ્યું

8.98.000 ઇમિગ્રન્ટ્સ યુકે આવ્યા, 6,93,000 યુકે છોડીને અન્ય દેશોમાં ચાલ્યા ગયાં

Tuesday 03rd March 2026 11:47 EST
 
 

લંડનઃ યુકેમાં નેટ માઇગ્રેશન કોરોના મહામારી પહેલાંના સ્તરે પહોંચી ગયું હોવાનું હોમ ઓફિસના આંકડામાં દર્શાવવામાં આવ્યું છે. યુકેમાં આવેલા લોકોની સંખ્યામાંથી યુકે છોડીને ગયેલા લોકોની સંખ્યાની બાદબાકી કરવાથી જે સંખ્યા મળે છે તેને નેટ માઇગ્રેશન કહે છે.

જુલાઇ 2024થી જૂન 2025ની વચ્ચે નેટ માઇગ્રેશન 2,04,000 રહ્યું હતું જે છેલ્લા 12 મહિનામાં 69 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ સમયગાળામાં 8.98.000 ઇમિગ્રન્ટ્સ યુકે આવ્યા જ્યારે ઓક્ટોબર 2024થી સપ્ટેમ્બર 2025 વચ્ચેના સમયગાળામાં 36,457ને દેશનિકાલ કરાયા હતા. આજ સમયગાળામાં યુકે છોડીને અન્ય દેશોમાં સ્થળાંતર કરી ગયેલા લોકોની સંખ્યા 6,93,000 રહી હતી.

ઓક્ટોબર 2024થી સપ્ટેમ્બર 2025 વચ્ચેના સમયગાળામાં 1,10,051 વિદેશી નાગરિકોએ રાજ્યાશ્રય માટે અરજી કરી હતી. છેલ્લા છેલ્લા 12 મહિનામાં 13 ટકાનો વધારો દર્શાવે છે.

2026ના પ્રારંભથી 23 ફેબ્રઆરી 2026 સુધીમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને 1530 માઇગ્રન્ટ યુકે પહોંચ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter