2024માં નેટ માઇગ્રેશનમાં 50 ટકાનો તોતિંગ ઘટાડો

2023ના 8,60,000 માઇગ્રન્ટ્સની સામે 2024માં 4,31,000 માઇગ્રન્ટ્સ યુકે આવ્યા

Tuesday 27th May 2025 15:33 EDT
 

લંડનઃ વર્ષ 2024માં યુકેમાં નેટ માઇગ્રેશનમાં 50 ટકા જેવો મોટો ઘટાડો નોંધાયો છે. વર્ક અને સ્ટડી વિઝા નિયંત્રણો આકરા બનાવાયા બાદ 2024માં 4,31,000 વિદેશી નાગરિક યુકે પહોંચ્યા હતા. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર 2023માં 8,60,000 માઇગ્રન્ટ યુકે આવ્યા હતા. કોરોના મહામારી બાદ નેટ માઇગ્રેશનમાં આ સૌથી મોટો ઘટાડો છે.

ઓએનએસે જણાવ્યું હતું કે, લોન્ગ ટર્મ નેટ માઇગ્રેશનમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો છે. વર્ક અને સ્ટડી વિઝા પર આવી રહેલા માઇગ્રન્ટ્સની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. તેવી જ રીતે વર્ક અને સ્ટડી વિઝા પર બ્રિટન બહાર જનારા લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

અગાઉની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા વિઝા માટે આકરા નિયમો, ઊંચી વેતન મર્યાદા અને આશ્રિતોને યુકેમાં લાવવાની પરવાનગી નહીં આપવાની નીતિ અપનાવવામાં આવી હતી. યુકેની રાજનીતિમાં હાલ ઇમિગ્રેશન સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો છે. જુલાઇ 2024માં લેબર પાર્ટી સત્તા પર આવ્યા પછી પણ સ્ટાર્મર સરકારે આકરી નવી ઇમિગ્રેશન નીતિઓ જાહેર કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter