2024માં યુકેના વર્ક વિઝા પ્રાપ્ત કરવામાં ભારતીયો મોખરે, સ્ટુડન્ટ વિઝામાં બીજા સ્થાને

ભારતીયોને 30,301 હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા જ્યારે 27,922 સ્કીલ્ડ વર્કર વિઝા જારી કરાયા હતા, 92,355 ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા અપાયા

Tuesday 27th May 2025 15:04 EDT
 
 

લંડનઃ 2024માં વર્ક વિઝા પ્રાપ્ત કરી યુકે આવનારા વિદેશી કામદારોમાં ભારતીયો ટોચના સ્થાને રહ્યાં હતાં જ્યારે સ્ટુડન્ટ વિઝા પ્રાપ્ત કરવામાં ભારતીયો બીજા ક્રમે હતાં. 2024માં 3,69,419 વર્ક વિઝા જારી કરાયાં હતાં તેમાં સૌથી વધુ 22 ટકા એટલે કે 81,463 વિઝા ભારતીય નાગરિકોને અપાયાં હતાં. બીજા ક્રમે પાકિસ્તાની, ત્રીજા ક્રમે નાઇજિરિયન, ચોથા ક્રમે ફિલિપિનો અને પાંચમા ક્રમે ઝિમ્બાબ્વેના નાગરિકો રહ્યાં હતાં.

ભારતીય નાગરિકોને ફાળવવામાં આવેલા 81,463 વર્ક વિઝામાં 34,954 મુખ્ય અરજકર્તા હતા જ્યારે 46,509 ડિપેન્ડન્ટ અરજકર્તા હતા. ભારતીયોને 30,301 હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા જ્યારે 27,922 સ્કીલ્ડ વર્કર વિઝા અપાયા હતા. અન્ય કેટેગરીમાં 6219 ભારતીયોને સ્પેશિયાલિસ્ટ બિઝનેસ વિઝા, 1860 ક્રિએટિવ વર્ક વિઝા, 241 ઇન્ટરનેશનલ સ્પોટ્સ પીપલ વિઝા, 148 રિલિજિયસ વર્કર વિઝા, 101 સીઝનલ વર્કર વિઝા, 70 રિલિજિયસ મિનિસ્ટર્સ વિઝાનો સમાવેશ થતો હતો.

જોકે 2024માં ભારતીયોને જારી કરાયેલા વિઝાની સંખ્યા 2023ની સરખામણીમાં અડધી થઇ ગઇ હતી. 2023માં ભારતીયોને 1,62,655 વર્ક વિઝા જારી કરાયાં હતાં.

તેવી જ રીતે 2024માં 92,355 ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા અપાયા જે ચીનના 1,03,561 વિઝા બાદ બીજા ક્રમે આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter