લંડનઃ વર્ષ 2024માં યુકેમાં દર 3માંથી 1 વ્યક્તિ મોબાઇલ ચોરીનો ભોગ બની છે. એક સ્ટડી અનુસાર 2023માં 17 ટકા વ્યક્તિ મોબાઇલ ફોન ચોરીનો શિકાર બની હતી. 2024માં આ સંખ્યા વધીને 29 ટકા પર પહોંચી ગઇ હતી. આ આંરડાએ ડિજિટલ સિક્યુરિટી પરની મૂંઝવણો વધારી છે અને જનતાનો પોલીસ પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે.
સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે મોબાઇલ ફોનની ચોરી ઘટાડવા માટેની પોલીસની કામગીરી સમસ્યાની ગંભીરતા સાથે મેળ ખાતી નથી. મોબાઇલ ફોન ચોરીમાં સતત વધારો થઇ રહ્યો છે. જનતાની અંગત સુરક્ષા જોખમમાં મૂકાઇ રહી છે.
મોબાઇલ ફોન ચોરીનો શિકાર બનનારા 50 ટકા લોકોએ તેમના બેન્ક એકાઉન્ટના બિનઅધિકૃત ઉપયોગ અને ડિજિટલ ફોન વોલેટ પર જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 35 ટકા પીડિતનું કહેવું છે કે તેઓ તેમના ફોનના મલ્ટીપલ એપ્સમાં એકસમાન પિનનો ઉપયોગ કરતા હોય છે. મોબાઇલ ચોરો ફોનમાં ડિજિટલ પ્રોટેક્શન ન હોવાનો ગેરલાભ લેતાં હોય છે.