લંડનઃ 2024માં 20 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટનો ભંગ કરવા માટે લગભગ પાંચ લાખ પેનલ્ટી ટિકિટ અપાઇ હતી. કેમ્પેનર્સ આરોપ મૂકી રહ્યાં છે કે સત્તાવાળાઓ વાહનચાલકો પાસેથી જાણે કે ખંડણી ઉઘરાવી રહ્યાં છે. 2024માં 20 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટ ધરાવતી સડકો પર પોલીસ દ્વારા સમગ્ર યુકેમાં 4,88,599 ટિકિટ અપાઇ હતી જે વર્ષ 2023ની સરખામણીમાં 66 ટકાનો વધારો દર્શાવે છે.
ઇનસાઇટ વેરહાઉસની સમીક્ષા અનુસાર બ્રિટનની 33 ટકા સડકો એટલે કે 39000 માઇલ સડકો પર 20 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટ છે. આગામી મહિનાઓમાં સ્પીડ લિમિટમાં ઘટાડો કરવામાં આવે તેલી સંભાવના છે.
ગયા વર્ષે સ્પીડ લિમિટ અવેરનેસ કોર્ષમાં દાયકાના સૌથી વધુ વાહનચાલકોએ ભાગ લીધો હતો. રિટેઇનિંગ સ્કીમમાં લગભગ બે મિલિયન ડ્રાઇવર સામેલ થયાં હતાં. સ્પીડ લિમિટનો ભંગ કરનારા વાહનચાલકોને લઘુત્તમ 100 પાઉન્ડનો દંડ અને લાયસન્સમાં 3 પેનલ્ટી પોઇન્ટ ઉમેરવામાં આવે છે.

