2025માં ભારત વિશ્વના ટોચના પ્રવાસન સ્થળોમાં સામેલ થઇ જશે

વિદેશી સહેલાણીઓની પહેલી પસંદ ગોવા, રાજસ્થાન અને દિલ્હી પણ રસના સ્થળો

Tuesday 26th November 2024 10:19 EST
 
 

લંડનઃ યુકે સ્થિત ટ્રાવેલ એજન્સી અનુસાર વર્ષ 2025માં ભારત મહત્વના ટોચના પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે. વિદેશી નાગરિકોમાં ભારત પ્રવાસની આતુરતામાં 100 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં વિદેશી સહેલાણીઓની પહેલી પસંદ તરીકે ગોવા ઉભરી આવ્યું છે.

ગ્લોબલ ટ્રાવેલ એજન્સીના જણાવ્યા અનુસાર ગોવા વિદેશી સહેલાણીઓમાં સૌથી વધુ પસંદગીનું સ્થળ છે. ગોવા અંગે ઇન્ટરનેટ પર સર્ચ કરનારાની સંખ્યામાં પ્રતિ વર્ષ 22 ટકા વિદેશીઓનો વધારો થઇ રહ્યો છે. ભારતના અન્ય સ્થળો જેમ કે ઉદયપુર, રાજસ્થાન, દિલ્હી અને જયપુર પણ વિદેશી સહેલાણીઓની પ્રથમ પસંદ બની રહ્યાં છે.

રાજ્યવાર જોઇએ તો ગોવા બાદ રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ અને અરૂણાચલપ્રદેશમાં પ્રવાસીઓના રસમાં વધારો થયો છે. આમ વર્ષ 2025માં ભારત ટોચના પ્રવાસન સ્થળોમાં સામેલ થાય તેવી સંભાવના છે. ભારતમાં પ્રવાસન અંગેની તપાસ કરનારા વિદેશી સહેલાણીઓમાં વધારો થઇ રહ્યો છે.

રાજસ્થાન અને દિલ્હીમાં વધી રહેલા વિદેશી પર્યટકોનો રસ દર્શાવે છે કે વિદેશી પર્યટકોને ભારતના ઐતિહાસિક સ્થળોમાં પણ રસ પડી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter