લંડનઃ એક સમયે પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકના બોસ રહી ચૂકેલા સર ક્રિસ હોને વર્ષ 2025માં એચએમઆરસીને સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ટોચના 100 વ્યક્તિ અને પરિવારોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ યાદીમાં સામેલ વ્યક્તિ અને પરિવારે ઓછામા ઓછો 10 મિલિયન પાઉન્ડ ટેક્સ ચૂકવ્યો છે.
સન્ડે ટાઇમ્સ ટેક્સ લિસ્ટમાં જમૈકન કાર મિકેનિકના પુત્ર અને હવે બિલિયોનર હેજ ફંડ મેનેજર ક્રિસ હોને વર્ષ 2025માં 339.5 મિલિયન પાઉન્ડ ટેક્સ પેટે ચૂકવ્યાં છે. તેનો અર્થ એ થયો કે તેમણે રોજના ઓછામાં ઓછા 10 મિલિયન પાઉન્ડનો ટેક્સ ભર્યો છે.
ટોપ 100 ટેક્સ પેયર્સની આ યાદીમાં 33મા સ્થાને બ્રિટિશ ભારતીય રણજિત સિંહ અને બલજિન્દર બોપારન એન્ડ ફેમિલી રહ્યાં છે. સુપર માર્કેટના સપ્લાય એવા આ વ્યક્તિઓ ચીકન કિંગ તરીકે જાણીતા છે. તેઓ કાર્લોસિઓસ, ગોરમેટ બર્ગર કીચન અને અન્ય રેસ્ટોરન્ટ્સની પણ માલિકી ધરાવે છે.
આ યાદીમાં 44મા સ્થાને અદર પૂનાવાલા રહ્યાં છે. ભારતમાં અગ્રણી વેક્સિન નિર્માતા પૂનાવાલાએ તાજેતરમાં જ 138 મિલિયન પાઉન્ડમાં મેફેર બિલ્ડિંદ ખરીદી હતી. તેમણે વર્ષ 2025માં યુકે સરકારને 26.1 મિલિયન પાઉન્ડનો ટેક્સ ચૂકવ્યો છે. જ્યારે 94મા સ્થાને 11.6 મિલિયન પાઉન્ડ ટેક્સ સાથે સુરિન્દર કન્ડોલાને સ્થાન અપાયું છે. કન્ડોલા યુકેના સૌથી મોટા રેસ્ટોરન્ટ ગણાતા ઝા ઝા બાઝારના માલિક છે.
સૌથી વધુ ટેક્સ ચૂકવનારા બ્રિટિશ ભારતીયો
33મા સ્થાને - રણજિત સિંહ અને બલજિન્દર બોપારન એન્ડ ફેમિલી – 38.3 મિલિયન પાઉન્ડ
44મા સ્થાને – અદર પૂનાવાલા – 26.1 મિલિયન પાઉન્ડ
94મા સ્થાને – સુરિન્દર કન્ડોલા – 11.6 મિલિયન પાઉન્ડ
યુકેના ટોપ 10 ટેક્સ પેયર્સ
- સર ક્રિસ હોન – 339.5 મિલિયન પાઉન્ડ
- ફ્રેડ એન્ડ પીટર ડન એન્ડ ફેમિલી – 273.4 મિલિયન પાઉન્ડ
- ડિનાઇસ, જ્હોન એન્ડ પીટર કોટ્સ – 265 મિલિયન પાઉન્ડ
- સ્ટિફન રૂબિન એન્ડ ફેમિલી – 208.9 મિલિયન પાઉન્ડ
- માર્ક એન્ડ લિન્ડી ઓહેર – 204 મિલિયન પાઉન્ડ
- એલેક્સ જર્કો – 202.2 મિલિયન પાઉન્ડ
- માઇક એશ્લી – 198.2 મિલિયન પાઉન્ડ
- સર ટીમ માર્ટિન – 170 મિલિયન પાઉન્ડ
- ધ વેસ્ટોન ફેમિલી – 151.8 મિલિયન પાઉન્ડ
- ટોમ મોરિસ એન્ડ ફેમિલી – 149.2 મિલિયન પાઉન્ડ


