2026થી નવા આકરા ઇમિગ્રેશન નિયમો અમલી બન્યાં

યુકેના વિઝા અને પરમેનેન્ટ રેસિડેન્સી મેળવવા અઘરાં બનશે

Tuesday 06th January 2026 09:20 EST
 
 

લંડનઃ તાજેતરના વર્ષોમાં ઇમિગ્રેશન સિસ્ટમમાં કરાઇ રહેલા ધરમૂળથી બદલાવ અંતર્ગત 2026ના નવા વર્ષમાં નવા ઇમિગ્રેશન નિયમો અમલમાં આવી રહ્યાં છે. નેટ માઇગ્રેશન ઘટાડવાના ઉદ્દેશ્યથી સરકારે વિઝા નિયમોમાં બદલાવ કર્યા છે. નવા નિયમ અંતર્ગત વિદેશી કામદારો માટે અંગ્રેજી ભાષાના જ્ઞાનના માપદંડ ઊંચા લઇ જવાયા છે.

નવા નિયમો અંતર્ગત 8 જાન્યુઆરીથી માઇગ્રન્ટસ માટે એ-લેવલનું અંગ્રેજી બોલવાની ક્ષમતા ફરજિયાત બનાવવામાં આવી છે. આ બદલાવની અસર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને સ્કીલ્ડ વર્કર માટે અરજી કરનારા વિદેશી નાગરિકો પર પડશે. વિઝા માટે બીટુ લેવલ એટલે કે એ લેવલનું અંગ્રેજી ફરજિયાત કરાયું છે. આ નિયમ નવા અરજકર્તાઓને જ લાગુ થશે જ્યારે હાલના વિઝાધારકોને પરમિટ લંબાવવા માટે આ નિયમ લાગુ નહીં પડે.

યુકેમાં સેટલમેન્ટ સ્ટેટસ માટે યુકેમાં ઓછામાં ઓછો 10 વર્ષનો વસવાટ જરૂરી બન્યો છે પરંતુ આ સમય 20 વર્ષ સુધી લંબાઇ શકે છે. 2021થી યુકેમાં આવેલા 2.6 મિલિયન લોકોને આ નવા નિયમની અસર થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter