2026થી સ્ટેટ પેન્શન એજ 67 વર્ષ કરવાનો તબક્કાવાર પ્રારંભ

Tuesday 06th January 2026 09:22 EST
 

લંડનઃ 2026થી પુરુષો અને મહિલાઓ માટેની સ્ટેટ પેન્શન એજ 67 વર્ષ કરાશે. હાલમાં સ્ટેટ પેન્શન એજ 66 વર્ષ છે. 2026થી 2028 વચ્ચે થનારો આ બદલાવ પેન્શન એક્ટ 2014 અંતર્ગત કરાયો છે. 6 એપ્રિલ 1960ના રોજ જન્મેલા લોકોને 66 વર્ષ અને 1 મહિનાની વયથી પેન્શન મળશે. 6 માર્ચ 1961ના રોજ જન્મેલા  લોકોને 67 વર્ષની વયથી પેન્શન મળવાનું શરૂ થશે. આમ સરકાર તબક્કાવાર આ બદલાવ લાગુ કરવા જઇ રહી છે. સરકાર સ્ટેટ પેન્શન એજ વધારીને 68 વર્ષ સુધી લઇ જવા ઇચ્છે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter