2026ના અંત સુધીમાં સમગ્ર યુકેમાં 52 પોસ્ટ ઓફિસ બ્રાન્ચના શટર પડી જશે

Tuesday 14th July 2026 09:24 EDT
 
 

લંડનઃ મોરિસન્સ કંપની દ્વારા આશરે 100 કન્વીનિયન્સ સ્ટોર્સ બંધ કરવાની યોજનાના કારણે યુકેભરમાં ડઝનબંધ પોસ્ટ ઓફિસ શાખાઓ ચાલુ વર્ષના અંત સુધીમાં બંધ થવા જઈ રહી છે. આગામી ઓક્ટોબર મહિનાની શરૂઆત સુધીમાં કુલ 52 પોસ્ટ ઓફિસ બ્રાન્ચ કાયમ માટે બંધ થઈ જશે. આમાંની મોટાભાગની બ્રાન્ચ દક્ષિણ ઇંગ્લેન્ડમાં આવેલી છે. આ ઉપરાંત વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તર ઇંગ્લેન્ડના કેટલાક વિસ્તારોની બ્રાન્ચનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક ટપાલ સેવાઓ સુરક્ષિત રહે તે માટે સંબંધિત મતવિસ્તારના સાંસદોએ મોરિસન્સ અને પોસ્ટ ઓફિસ મેનેજમેન્ટ સાથે મંત્રણા શરૂ કરી છે.

તાજેતરના મહિનાઓમાં પોસ્ટ ઓફિસ નેટવર્ક પર આવેલું આ નવું સંકટ છે. આ પૂર્વે જૂન મહિનામાં પણ ટીજી જોન્સ સ્ટોર્સ બંધ થવાને કારણે ઘણી પોસ્ટ ઓફિસ શાખાઓ બંધ કરવાની ફરજ પડી હતી. પોસ્ટ ઓફિસ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે, તેઓ આ સેવાઓ ચાલુ રાખવા માટે અન્ય વૈકલ્પિક સ્ટોર્સની શોધ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter