લંડનઃ 2026થી બ્રિટિશ પાસપોર્ટ પણ નવા રંગરૂપ ધારણ કરી રહ્યો છે. નવા પાસપોર્ટમાં નવું કવર, ઇમેજિસ અને સંખ્યાબંધ સિક્યુરિટી ફીચર્સ સામેલ કરાયાં છે. હોમ ઓફિસનો દાવો છે કે છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર પાસપોર્ટની નવી જ ડિઝાઇન તૈયાર કરાઇ છે. નવો પાસપોર્ટ સૌથી સુરક્ષિત બની રહેશે. તેમાં એન્ટી ફોર્જરી ટેકનોલોજી, નવું હોલોગ્રાફિક અને ટ્રાન્સ્લુસન્ટ ફીચર્સ સામેલ કરાયાં છે.
નવા પાસપોર્ટમાં કિંગ ચાર્લ્સનું એમ્બલેમ ફ્રન્ટ પેજ પર રહેશે. અંદરના પાનાઓમાં યુકેના ચારે દેશોના કુદરતી સ્થળોની ઇમેજ રહેશે. હોમ ઓફિસે જણાવ્યું છે કે નવો પાસપોર્ટ સરળતાથી વેરિફાય કરી શકાશે અને તેની સાથે ચેડાં લગભગ અશક્ય બની રહેશે.
માઇગ્રેશન એન્ટ સિટિઝનશિપ મિનિસ્ટર માઇક ટેપે જણાવ્યું હતું કે, નવા બ્રિટિશ પાસપોર્ટ પર હું ગૌરવ અનુભવું છું. નવો પાસપોર્ટ આપણા વારસાનું પ્રતીક બની રહેશે. નવો પાસપોર્ટ આપણને આપણી સરહદો સુરક્ષિત કરવામાં મદદ મળી રહેશે.


