2027થી એનએચએસની ઓનલાઇન હોસ્પિટલનો પ્રારંભ કરાશે

દર્દીઓને એપ દ્વારા 9 પ્રકારની અલગ અલગ બીમારીની સારવાર અપાશે

Tuesday 06th January 2026 09:38 EST
 
 

લંડનઃ એનએચએસ દ્વારા આગામી વર્ષથી ઇંગ્લેન્ડમાં ઓનલાઇન હોસ્પિટલનો પ્રારંભ થઇ રહ્યો છે જેમાં આંખ, મેનોપોઝ અને પ્રોસ્ટેટની બીમારીઓની સારવાર પર ધ્યાન અપાશે. વર્ષ 2027થી એનએચએસની એપ પર કુલ 9 અલગ અલગ પ્રકારની બીમારીની સારવારની સેવાઓ ઉપલબ્ધ બનાવાશે.

એનએચએસની ઓનલાઇન સેવાની મદદથી દર્દીઓ એસેસમેન્ટ, ચેક-અપ અને ફોલોઅપ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ્સ લઇ શકશે. આ એપ માટે ડોક્ટરોની અલગ ટીમ જ નિયુક્ત કરાશે. એનએચએસનો લક્ષ્યાંક પહેલા 3 વર્ષમાં 8.5 મિલિયન એપોઇન્ટમેન્ટનો નિકાલ કરવાનો છે. આ આંકડો એનએચએસની સરેરાશ એપોઇન્ટમેન્ટ કરતાં ચાર ગણો છે.

હેડિંગઃ સમગ્ર એનએચએસમાં બાળકોને અછબડાની રસી આપવાનો પ્રારંભ

લંડનઃ એનએચએસમાં પ્રથમવાર અછબડા સામે સંરક્ષણ આપતી રસી આપવાનું શરૂ કરાયું છે. સમગ્ર યુકેના બાળકોને હવે એમએમઆર વેક્સિનની સાથે અછબડાની રસી પણ આપવામાં આવશે. આરોગ્ય નિષ્ણાતોએ આ નિર્ણયને આવકારતાં જણાવ્યું છે કે અછબડા કેટલાક બાળકો માટે અત્યંત ગંભીર સાબિત થઇ શકે છે. આ રસીકરણને કારણે માતાપિતાને પણ રાહત મળશે કારણ કે બીમાર બાળકની કાળજી માટે તેમને નોકરીઓમાં રજા લેવી પડે છે.

શરૂઆતમાં આ બીમારીઓની સારવાર

-          ગ્લુકોમા

-          રેટિનાની બીમારી

-          મોતિયો

-          ઇન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ

-          આયર્ન ડેફિસિયન્સી એનેમિયા

-          પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટ

-          રેઇઝ્ડ પીએસએ લેવલ

-          મેનોપોઝ

-          સ્ત્રી રોગની સમસ્યાઓ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter