2027થી લંડન સ્ટોક એક્સચેન્જ હવે ચોવીસ કલાક ટ્રેડિંગની સુવિધા આપશે

‘લંડન સ્ટોક એક્સચેન્જ 24’ સપ્તાહના 5 દિવસ 24 કલાક કાર્યરત રહેશે

Wednesday 29th July 2026 08:17 EDT
 

લંડનઃ લંડન સ્ટોક એક્સચેન્જે ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટ્સમાં ડિજિટલ અને AI ના આ યુગમાં ટ્રેડિંગને નવું પરિમાણ આપવા માટે લંડન સ્ટોક એક્સચેન્જ 24 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવું ટ્રેડિંગ પ્લેટફોર્મ અઠવાડિયાના 5 દિવસ લગભગ 24 કલાક સતત ટ્રેડિંગની સુવિધા આપશે.

લંડન સ્ટોક એક્સચેન્જ 24નો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક રોકાણકારોને બજારની મુખ્ય ઘટનાઓ પર તરત પ્રતિક્રિયા આપવા, અલગ-અલગ ટાઈમ ઝોનમાં લિક્વિડિટી મેળવવા અને જોખમ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાની સુવિધા આપવાનો છે.

લંડન સ્ટોક એક્સચેન્જ 24 સોમવારથી શુક્રવાર સુધી સાંજે 17:00 વાગ્યાથી સવારે 7:50 વાગ્યા સુધી કાર્યરત રહેશે, જેમાં દરરોજ ક્લોઝિંગ પ્રક્રિયા માટે સાંજે 18:30 થી 19:00 વાગ્યાની વચ્ચે 30 મિનિટનો વિરામ રહેશે.

વર્ષ 2026 ના અંત સુધીમાં ગ્રાહકો માટે ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવશે. નિયમનકારી મંજૂરી મળ્યા પછી 2027 ના પ્રથમ છ મહિનામાં એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ્સ સાથે લંડન સ્ટોક એક્સચેન્જ 24ની સત્તાવાર શરૂઆત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter