2028 સુધીમાં યુકેમાંથી 5,00,000 મિલિયોનર્સ પલાયન કરી જશે

સ્પેન, ઇટાલી સહિતના યુરોપના દેશો મિલિયોનર્સ માટે હોટ સ્પોટ બની રહ્યાં છે

Tuesday 16th July 2024 12:06 EDT
 

લંડનઃ આગામી કેટલાક વર્ષોમાં યુકેમાંથી લાખો મિલિયોનર્સ પલાયન કરી જાય તેવી સંભાવના છે. જે  નવી ડાબેરી વિધારધારા ધરાવતી લેબર સરકાર માટે મોટો આર્થિક ફટકો પૂરવાર થઇ શકે છે. યુબીએસના તાજેતરના ગ્લોબલ વેલ્થ રિપોર્ટ અનુસાર 2028 સુધીમાં યુકેમાંથી 5,00,000 મિલિયોનર્સ પલાયન કરી જશે. તેના કારણે યુકેના મિલિયોનર્સમાં 17 ટકાનો ઘટાડો થઇ શકે છે. યુકે અને લંડનની વૈશ્વિક ધનપતિઓના દેશ અને શહેરની ખ્યાતિને ઘણી હાનિ પહોંચી શકે છે. નેધરલેન્ડમાંથી પણ મોટી સંખ્યામાં મિલિયોનર્સ ઉચાળા ભરવાની તૈયારી કરી રહ્યાં છે.

બીજીતરફ બેલ્જિયમ, જર્મની, સ્પેન અને ઇટાલી સહિતના યુરોપના દેશોમાં મિલિયોનર્સની સંખ્યા વધશે. લંડનથી કંટાળેલા મિલિયોનર્સ માટે મિલાન સહિતના યુરોપના શહેરો હોટ સ્પોટ બની રહ્યાં છે. યુકેમાંથી મિલિયોનર્સના પલાયન માટે ઘણા પરિબળો જવાબદાર છે. વિશ્વમાં મૂડીના પુનઃવિતરણ અને યુકેમાં નોન ડોમિસાઇલ મિલિયોનર્સ પર ટેક્સ મહત્વના પરિબળ છે. નોન ડોમિસાઇલ મિલિયોનર્સ તેમના નાણાને સુરક્ષિત રાખવા માટે ઉચાળા ભરી શકે છે.

યુબીએસ ગ્લોબલ વેલ્થ મેનેજમેન્ટના ચીફ ઇકોનોમિસ્ટ પોલ ડોનોવાન કહે છે કે યુકેમાં ડોલર મિલિયોનર્સની સંખ્યા વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જોકે યુકેની ઇકોનોમી માટે જરૂરી છે તેના કરતાં તેમની સંખ્યા ઘણી વધુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter