20મા એશિયન એચિવર્સ એવોર્ડના સંભવિતોના નામ જાહેર કરાયાં

એવોર્ડના મીડિયા પાર્ટનર એશિયન વોઇસ, ઝી ટીવી અને સનરાઇઝ રેડિયો

Wednesday 17th August 2022 05:48 EDT
 
 

લંડન

વર્ષ 2022ના પ્રતિષ્ઠિત એશિયન એચિવર્સ એવોર્ડ્સ માટેના સંભવિતોના નામ જાહેર કરાયાં છે જેમાં બિઝનેસ એક્ઝિક્યુટિવ્ઝ, વિશ્વભરમાં નામના હાંસલ કરનાર હોલિવૂડની અભિનેત્રીઓ અને મ્યુઝિક સ્ટાર્સનો સમાવેશ કરાયો છે. આજે બ્રિટનમાં રાજકારણ, વેપાર-ઉદ્યોગ અને સભ્ય સમાજ સહિતના દરેક ક્ષેત્રમાં દક્ષિણ એશિયનોએ અગ્રીમ સ્થાનો હાંસલ કર્યાં છે. દક્ષિણ એશિયન સમુદાયમાંથી આવતા આ પ્રકારના મહાનુભાવોને આ એવોર્ડથી સન્માનિત કરાય છે.

એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં આર્ટ એન્ડ કલ્ચર, બિઝનેસ પર્સન ઓફ ધ યર, એન્ટ્રપ્રેન્યોર ઓફ ધ યર અને કોમ્યુનિટી સર્વિસ સહિતની 10 કેટેગરીમાં એવોર્ડ અપાય છે. આ માટે AAAને 500 કરતાં વધુ નોમિનેશન પ્રાપ્ત થયાં હતાં જેમાંથી જજિસે દરેક કેટેગરીમાં પુરુષ અને મહિલા ઉમેદવારોને સરખા હિસ્સામાં વહેંચી ચાર સંભવિતોની પસંદગી કરી છે.

બિઝનેસ કેટેગરીમાં પસંદ કરાયેલા  સંભવિતોમાં સાત ઓસ્કાર એવોર્ડ જીતનાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કંપની DNEGના ભારતીય સીઇઓ નમિત મલ્હોત્રા, આઇકોનિક લંડન રેસ્ટોરન્ટ ડિશોમના સહસ્થાપકો શમિલ અને કવિ ઠકરારની પસંદગી કરાઇ છે. નેચરલ પ્રોડક્ટ્સની એવોર્ડ વિનિંગ રેન્જ આપનાર ગિફ્ટ વેલનેસના સ્થાપક અને સીઇઓ ડો. ઝરીન રૂહી એહમદ, રેક્કિટ ખાતે હ્યુમન રિસ્ક મેનેજમેન્ટના ગ્લોબલ ડિરેક્ટર અને સર્જન ડો. દેબાશિષ ભટ્ટાચાર્યને પણ સ્થાન અપાયું છે. તે ઉપરાંત 1,22,000 બિઝનેસને 13.7 બિલિયન પાઉન્ડ કરતાં વધુની લોન ઉપલબ્ધ કરાવનાર ફંડિંગ ફાઉન્ડેશનના સ્થાપક સમીર દેસાઇ પણ આ એવોર્ડ કેટેગરીમાં સામેલ કરાયા છે.

AAAની એવોર્ડ કેટેગરીમાં ઇંગ્લેન્ડ અને વેલ્સના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન, બ્રિટિશ સેનાના શિખ અધિકારી કેપ્ટન હરપ્રીત ચંદી, એકલા હાથે દક્ષિણ ધ્રુવને ફતેહ કરનાર ફિઝિયોથેરાપિસ્ટ પોલાર પ્રીત, ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા શિખ પાવર લિફ્ટર કરણજિત કૌર બેઇન્સ અને 14 વર્ષની ઉંમરે જ ગીતો લખવાનું શરૂ કરનાર મર્ક્યુરી પ્રાઇઝ વિનર ચાર્લી XCXને પણ સામેલ કરાયાં છે.

આ વર્ષના AAA માટેની જજિંગ પેનલમાં મેટ્રોપોલિટન પોલીસના પૂર્વ ડેપ્યુટી આસિ. કમિશનર બાસ જાવિદ, રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેકટિશનર્સના પૂર્વ પ્રેસિડેન્ટ ડો. મયુર લાખાણી CBE, મોન્ઝો બેન્કના સીઓઓ સુજાતા ભાટિયા, સંગીતકાર બાલી સાગૂ, વેલ્શ એસેમ્બ્લી મેમ્બર નતાશા અસગર અને દરબાર ફેસ્ટિવલના આર્ટ ડિરેક્ટર સંદીપ વિરડી OBEનો સમાવેશ કરાયો છે.

AAAની સ્થાપના વર્ષ 2000માં કરાઇ હતી અને દરવર્ષે આ એવોર્ડ એનાયત થાય છે. કોરોના મહામારી બાદ 2022માં ફરી એકવાર તેનો પ્રારંભ થઇ રહ્યો છે. આ એવોર્ડના હોસ્ટ ગ્લોબલ એડવાઇઝરી ફર્મ ઇપીજી છે અને મીડિયા પાર્ટનર એશિયન વોઇસ, ઝી ટીવી અને સનરાઇઝ રેડિયો રહેશે. AAA એશિયન સમુદાયમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડની માન્યતા ધરાવે છે.

ઇપીજીના મેનેજિંગ ડિરેક્ટર પ્રતિક દત્તાણીએ જણાવ્યું હતું કે, AAA સમગ્ર બ્રિટનમાં વસતા નિપુણ એશિયનોનું સન્માન કરે છે. તેઓ છેલ્લા બે દાયકાથી સમાજમાં વિશેષ સ્થાન ધરાવે છે, આપણા વિકાસ અને દેશમાંના જીવનને આપેલા યોગદાનની નોંધ કરે છે. આ વર્ષે અમને દેશભરમાંથી મળેલા નોમિનેશનની સંખ્યાથી અમે ઘણા પ્રભાવિત થયાં છીએ. નોમિનેશનની સંખ્યા બ્રિટિશ જીવનના દરેક પાસામાં એશિયન સમુદાયના હકારાત્મક યોગદાનને દર્શાવે છે.

એવોર્ડ સંભવિતોની યાદી

  1. આર્ટ અને કલ્ચર

સિમોન એશ્લી

ચંદ્રા ચક્રવર્તી

નમિત મલ્હોત્રા

ચાર્લી XCX

  1. બિઝનેસ પર્સન ઓફ ધ યર

ડો. દેબાશિષ ભટ્ટાચાર્ય

શમિલ અને કવિ ઠકરાર

રોહિત સામાણી

ડો. ગોર્ડન સંઘેરા

  1. સમાજ સેવા

ઝરીન રૂહી એહમદ

હરિશ કિયાની

કેથેરાઇન મોઆના બિરબલસિંહ CBE

ક્રિશ્ના પૂજારા

દેવ ત્રેહાન

  1. એન્ટ્રપ્રેન્યોર ઓફ ધ યર

શમસ અલિદિના

સમીર દેસાઇ

શાહિદ મુનિર

શેરી વાસવાણી

  1. મીડિયા

રાજ બદ્ધાન

એહમદ હુસેન

અસમાહ મીર

નાગા મુનચેટ્ટી

  1. પ્રોફેશનલ ઓફ ધ યર પ્રોફેસર

ડો. મનુ અગ્રવાલ

સર શંકર બાલાસુબ્રમણિયન

નૈના ભટ્ટાચાર્ય

વિરેશ પોલ

  1. સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર

કેરનજીત કૌર બેઇન્સ

સલમા બી

મિલી ચંદારાણા

આમીર ખાન

  1. યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસ

એલિસા એહમદ

કેપ્ટન હરપ્રીત ચંદી

સાલ નસીમ

1 વુમન ઓફ ધ યર

સુએલા બ્રેવરમેન

રિટા ચૌધરી

એમ્બ હાશ્મી

રાગા ડિસિલ્વા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter