લંડન
સમગ્ર યુકેમાં 23 એપ્રિલના રોજ બપોરે 3 કલાકે લખો મોબાઇલ ફોન પર તીવ્ર અવાજે એલર્મ વાગશે અને વાઇબ્રેશન થશે. નવી રાષ્ટ્રવ્યાપી પબ્લિક એલર્ટ સિસ્ટમની ચકાસણી માટે આ પ્રયોગ કરાશે. આ સિસ્ટમનો ઉપયોગ પૂર, દાવાનળ સહિતની આપદાઓમાં જનતાને ચેતવણી માટે કરાશે. આ માટે ફોરજી અને ફાઇવજી નેટવર્ક ધરાવતા મોબાઇલ ફોન પર 10 સેકન્ડ સુધીના સાઉન્ડ અને વાઇબ્રેશન સાથે મેસેજ મોકલાશે. ફોન યૂઝર્સે તેમના ડિવાઇસનો ઉપયોગ ચાલુ રાખવા માટે એલર્ટને સ્વીપ અથવા તો ક્લિક કરવું પડશે.
જોકે ડોમેસ્ટિક વાયોલન્સ કેમ્પેનર્સનો આરોપ છે કે આ પ્રકારનો ટેસ્ટ જોખમમાં રહેલા લોકો દ્વારા છૂપાવીને રાખેલા સિક્રેટ ફોનના લોકેશન જાહેર થઇ જશે. ડચી ઓફ લેન્કેસ્ટરના ચાન્સેલર ઓલિવર ડોઉડેને જણાવ્યું હતું કે, આ સિસ્ટમ કાર્યરત થતાં આપણી પાસે કટોકટીના સમયમાં જનતાને સુરક્ષિત રાખવા એક નવું હથિયાર ઉપલબ્ધ રહેશે. આ એક એવો અવાજ હશે જે આપણા જીવનો બચાવી શકે છે.
નેશનલ ફાયર ચીફ કાઉન્સિલના ચેરમેન માર્ક હાર્ડિંગહામે જણાવ્યું હતું કે, 10 સેકન્ડનો આ નેશનલ ટેસ્ટ આપણને સારો ન લાગે પરંતુ અમને આ માટે માફ કરશો. આ ટેસ્ટ તમારા જીવનો બચાવવા માટે છે.


