લંડનઃ ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે બોલ્ટનના બ્લેકરોડમાં ફાર્મ પ્રોપર્ટી ખાતેથી 24 મિલિયન પાઉન્ડનો ગાંજો જપ્ત કર્યો હતો. યુકેમાં જપ્ત કરાયેલ ડ્રગ્સના સૌથી મોટા જથ્થા પૈકીનો એક છે. પોલીસે બોલ્ટનના રહેવાસી એવા મુસા કાલા અને રહીમ લતીફની ધરપકડ કરી હતી. હાલ તેમને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર રખાયા છે.


