25 ફેબ્રુઆરીથી ભારતીયોને સંપુર્ણ ડિજિટલ ટુરિસ્ટ વિઝા જારી કરાશે

ફિઝિકલ વિગનેટ સ્ટિકર્સ, બાયમેટ્રિક રેસિડેન્સ પરમિટ અને એમ્બોઝ્ડ સ્ટેમ્પને તબક્કાવાર દૂર કરાશે

Tuesday 24th February 2026 12:00 EST
 

લંડનઃ હવે ભારતીયોને ઇશ્યૂ થનારા યુકેના વિઝિટર વિઝા સંપુર્ણપણે ડિજિટલ સ્વરૂપે જારી કરાશે. બ્રિટનની હોમ ઓફિસના જણાવ્યા અનુસાર 25 ફેબ્રુઆરી 2026થી ભારતીય નાગરિકોને જારી થનારા તમામ નવા વિઝિટર વિઝા ડિજિટલ રહેશે. પ્રવાસીના પાસપોર્ટ સાથે સંકળાયેલા ઇ-વિઝાના અમલ માટે ફિઝિકલ વિગનેટ સ્ટિકર્સ, બાયમેટ્રિક રેસિડેન્સ પરમિટ અને એમ્બોઝ્ડ સ્ટેમ્પને તબક્કાવાર દૂર કરાશે. આ ઇ-વિઝા યુકે વિઝા એન્ડ ઇમિગ્રેશન ઓનલાઇન એકાઉન્ટ દ્વારા મેનેજ કરાશે.

નવા ડિજિટલ વિઝાના કારણે એરલાઇન્સ ચેક-ઇન સમયે ઇ-વિઝા સ્ટેટસની ચકાસણી કરી શકશે અને પ્રવાસી યુકે પહોંચે ત્યારે બોર્ડર ઓફિસર પણ રેકોર્ડ ચકાસી શકશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલાથી ફ્રોડમાં ઘટાડો થશે અને ક્લિઅરન્સમાં ઝડપ આવશે. જેમની પાસે હાલ યુકેના ટુરિસ્ટ વિઝા છે તેમને તબક્કાવાર ડિજિટલ સ્ટેટસમાં ટ્રાન્સફર કરાશે અને તે માટે ફરીવાર અરજી કરવાની રહેશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter