27 કાઉન્સિલની મે 2026ની ચૂંટણી પાછી ઠેલવાની કવાયત

સરકાર મતદારોના રોષથી ડરીને નાસી રહી છેઃ નાઇજલ ફરાજ

Tuesday 20th January 2026 09:32 EST
 

લંડનઃ પાંચ મિલિયન કરતાં વધુ વસતી ધરાવતી 27 કાઉન્સિલ મે મહિનામાં યોજાનારી સ્થાનિક સત્તામંડળની ચૂંટણીઓ વિવાદાસ્પદ રીતે રદ કરે તેવી સંભાવના છે. આમાંથી મોટા ભાગની કાઉન્સિલો પર લેબર પાર્ટીનો કબજો છે. મતદારોનો આરોપ છે કે વડાપ્રધાન સ્ટાર્મર પરાજયના ભયથી નાસી રહ્યાં છે. સરકારે 63 કાઉન્સિલોને સવાલ કર્યો છે કે શું તેઓ ચૂંટણીઓ પાછી ઠેલીને નાણા બચાવવા માગે છે કે કેમ.

2028માં અથવા આવતા વર્ષે કેટલાક ટાઉનહોલને મર્જ કરીને નવી કાઉન્સિલોની રચના થતી હોવાથી 2026માં ચૂંટણી યોજાય તો ચૂંટાયેલા કાઉન્સિલરો ફક્ત એક જ વર્ષ હોદ્દા પર રહે તેવી સંભાવના છે.

રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે આરોપ મૂક્યો છે કે અમે સરકારના નિર્ણયને કાયદાકીય પડકાર આપીશું. લેબર પાર્ટી આપણી લોકશાહીને નુકસાન કરી રહી છે.

કઇ કાઉન્સિલોમાં ચૂંટણી પાછી ઠેલાવાની સંભાવના

બ્લેકબર્ન વિથ ડારવેન – શોર્લી – એક્સ્ટર – હાયન્ડબર્ન – ન્યુનિટોન એન્ડ બેડવર્થ – પ્રેસ્ટન – થર્રોક – પીટરબરો – નોરવિચ – બાસિલડન – ઇપ્સવિચ – ઓક્સફર્ડ – રેડિચ – વેલવિન હેટફિલ્ડ – વર્થિંગ – રગ્બી – અદુર – ટેમવર્થ – કેનોક ચેઝ – સ્ટિવનેજ – લિન્કન – ઇસ્ટ સસેક્સ – વેસ્ટ સસેક્સ – સફોક – હાર્લો – ચેલ્ટનહામ – હેસ્ટિંગ્સ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter