લંડનઃ સરકારે મે મહિનામાં પ્રસ્તાવિત ચૂંટણીઓ પાછી ઠેલવા 29 કાઉન્સિલને મંજૂરી આપી દીધી છે. ગુરુવારે સરકાર દ્વારા કરાયેલી ઘોષણાના કારણે 4.5 મિલિયન મતદાર તેમની કાઉન્સિલોમાં મતદાન કરશે નહીં. અગાઉ 27 કાઉન્સિલ દ્વારા મે મહિનાની ચૂંટણી રદ કરવાની પરવાનગી માગવામાં આવી હતી. હવે તેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના કબજા હેઠળની સફોક અને નોરફ્લોક કાઉન્સિલો પણ સામેલ થઇ ગઇ છે. કન્ઝર્વેટિવના કબજા હેઠળની એસેક્સ કાઉન્ટી પણ આ મામલા પર વિચારણા કરી રહી છે. જો તેમ થશે તો વધુ 1.1 મિલિયન મતદાર મતાધિકારથી વંચિત રહેશે. ચૂંટણી રદ કરાઇ છે તેમાં મોટાભાગની કાઉન્સિલો પર લેબર પાર્ટીનો કબજો છે. સરકારે 63 કાઉન્સિલોને સવાલ કર્યો હતો કે શું તેઓ ચૂંટણી પાછી ઠેલીને નાણાની બચત કરવા માગે છે કે કેમ..
મતદારોનો આરોપ છે કે વડાપ્રધાન સ્ટાર્મર અને તેમની પાર્ટી પરાજયના ભયથી નાસી રહ્યાં છે. રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે આરોપ મૂક્યો છે કે અમે સરકારના નિર્ણયને કાયદાકીય પડકાર આપીશું. લેબર પાર્ટી આપણી લોકશાહીને નુકસાન કરી રહી છે.
ચૂંટણીમાં વિલંબ કરવાનો અર્થ એ છે કે મિલિયનો મતદારો તેમની સ્થાનિક સેવાઓ અને કાઉન્સિલ ટેક્સના નિર્ણય કોણ લેશે તેના નિર્ણયથી વંચિત બની રહેશે. કોમ્યુનિટી સેક્રેટરી સ્ટીવ રીડની જાહેરાત બાદ ઘણા સાંસદોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
કઇ કાઉન્સિલોમાં ચૂંટણી પાછી ઠેલાઇ
બ્લેકબર્ન વિથ ડારવેન – શોર્લી – એક્સ્ટર – હાયન્ડબર્ન – ન્યુનિટોન એન્ડ બેડવર્થ – પ્રેસ્ટન – થર્રોક – પીટરબરો – નોરવિચ – બાસિલડન – ઇપ્સવિચ – ઓક્સફર્ડ – રેડિચ – વેલવિન હેટફિલ્ડ – વર્થિંગ – રગ્બી – અદુર – ટેમવર્થ – કેનોક ચેઝ – સ્ટિવનેજ – લિન્કન – ઇસ્ટ સસેક્સ – વેસ્ટ સસેક્સ – સફોક – હાર્લો – ચેલ્ટનહામ – હેસ્ટિંગ્સ – સફોક – નોરફ્લોક

