3 માર્ચથી ભારતના વિદેશ મંત્રી જયશંકર યુકેની મુલાકાતે

Tuesday 25th February 2025 09:09 EST
 
 

લંડનઃ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર માર્ચ મહિનામાં યુકે અને આયર્લેન્ડની મુલાકાત લેશે. તેમના આ પ્રવાસના એજન્ડામાં વેપાર, આર્થિક સહકાર અને બંને દેશના લોકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા ટોચના સ્થાને રહેશે.

જયશંકર 3 થી 9 માર્ચના સપ્તાહમાં બ્રિટન અને આયર્લેન્ડની મુલાકાત લેશે. ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારની મંત્રણાઓ ફરી શરૂ કરવાના નિર્ણય બાદ વિદેશ મંત્રીની આ પહેલી યુકે મુલાકાત હશે. જયશંકર આ મુલાકાત દરમિયાન નોર્ધન આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટમાં ભારતના નવા કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter