3 મિલિયન યૂરોની રોકડના મામલામાં પ્રિન્સ ચાર્લ્સને ચેરિટી કમિશનની ક્લીનચિટ

પ્રિન્સ ચાર્લ્સ હવે પછી ચેરિટી માટે મોટી રોકડ રકમનો સ્વીકાર નહીં કરે

Wednesday 27th July 2022 06:41 EDT
 
 

લંડન

બ્રિટનના ચેરિટી કમિશને પ્રિન્સ ચાર્લ્સને તેમની સખાવતી સંસ્થાઓ પૈકીની એકને રોકડ રકમ આપવાના કેસમાં ક્લીનચિટ આપી છે. ચેરિટી કમિશને પ્રિન્સ ચાર્લ્સને અપાયેલી રોકડનો મોટો હિસ્સો તેમની એક સખાવતી સંસ્થાને ટ્રાન્સફર કરવાના મામલામાં વધુ તપાસ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ગયા મહિને સન્ડે ટાઇમ્સ અખબારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, બ્રિટિશ સામ્રાજ્યના વારસ એવા પ્રિન્સ ચાર્લ્સને 2011થી 2015 દરમિયાન કતારના પૂર્વ વડા પ્રધાન શેખ હમદ બિન જાસિમ બિન જાબર અલ થાની દ્વારા 3 મિલિયન યૂરો રોકડમાં અપાયા હતા જેમાંથી કેટલીક રોકડ તો શોપિંગ બેગ્સમાં મૂકીને પહોંચાડવામાં આવી હતી.

જોકે આરોપ ફગાવી દેતાં પ્રિન્સ ચાર્લ્સની કચરીએ જણાવ્યું હતું કે, આ નાણા પ્રિન્સ ચાલ્સની સખાવતી સંસ્થાઓ પૈકીની એકને સોંપાયા હતા અને તે માટે યોગ્ય પ્રક્રિયા અનુસરાઇ હતી. રાજાશાહીનો વિરોધ કરતા જૂથ રિપબ્લિકે આ મામલામાં ચેરિટી કમિશનને લેખિત રજૂઆત કરી તપાસની માગ કરી હતી. ચેરિટી કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમને પ્રિન્સ ચાર્લ્સની સખાવતી સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી માહિતીની સમીક્ષા કરાઇ છે અને હવે ચેરિટી કમિશન આ મામલામાં કોઇ વધુ તપાસ કરવા માગતું નથી. સન્ડે ટાઇમ્સ જણાવ્યું હતું કે, પ્રિન્સ ચાર્લ્સને અપાયલી રોકડ રકમમાં કશું ગેરકાયદેસર નહોતું. બીજીતરફ ક વરિષ્ઠ રાજવી સૂત્રે જણાવ્યું હતું ક, પ્રિન્સ ચાર્લ્સ હવે પછી તેમની સખાવતી સંસ્થાઓ માટે આવતી મોટી રકમ રોકડમાં સ્વીકારશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter