લંડનઃ 1990ના દાયકામાં બે બાળકોનું જાતીય શોષણ કરનાર મુખ્તારસિંહ બાજવાને 9 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. બંને બાળકોએ સામે આવીને પોલીસને જાણ કરી હતી કે મુખ્તાર સિંહે 1990 અને 1995 વચ્ચે તેમનું શારીરિક શોષણ કર્યું હતું. બાળકોના સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં હાલ 67 વર્ષનો મુખ્તાર સિંહ દોષી માલૂમ પડ્યો હતો. અદાલતે તેને 9 વર્ષની કેદની સજા આપી હતી.

