300 માઇગ્રન્ટને રવાન્ડા મોકલવા યુકે 600 મિલિયન પાઉન્ડ ચૂકવશે

રાજ્યાશ્રય વાંચ્છુના રહેવા, ખાવા, આરોગ્ય અને શિક્ષણનો ખર્ચ યુકે સરકાર ઉઠાવશે

Tuesday 05th March 2024 11:17 EST
 
 

લંડનઃ રવાન્ડા સાથેની વિવાદાસ્પદ દેશનિકાલ સંધિ અંતર્ગત બ્રિટિશ કરદાતાઓ રવાન્ડાને 300 લોકોને વસાવવા માટે 600 મિલિયન પાઉન્ડ ચૂકવશે. તેનો અર્થ એ થયો કે એક માઇગ્રન્ટને રવાન્ડા મોકલવાનો ખર્ચ 2 મિલિયન પાઉન્ડ થશે. જો આ તમામ 300 માઇગ્રન્ટ્સ પાંચ વર્ષ માટે રવાન્ડામાં રહે અને યુકેની સહાય પ્રાપ્ત કરતા રહે તો પ્રતિ રાજ્યાશ્રય માગનાર દીઠ બે મિલિયન પાઉન્ડનો ખર્ચ થશે.

નેશનલ ઓડિટ ઓફિસના જણાવ્યા અનુસાર રાજ્યાશ્રય માગનાર પ્રત્યેક માઇગ્રન્ટને રવાન્ડા મોકલવાનો હવાઇ ખર્ચ 11,000 પાઉન્ડ થશે. સરકાર અગાઉ રવાન્ડાને 240 મિલિયન પાઉન્ડ ચૂકવવાની હતી પરંતુ હવે તે રકમ વધારીને 370 મિલિયન પાઉન્ડ કરી દેવાઇ છે. માઇગ્રન્ટ્સની 300ની બેચ રવાન્ડા પહોંચે ત્યારે 120 મિલિયન પાઉન્ડ ચૂકવાશે. તે ઉપરાંત રવાન્ડા મોકલાનારા પ્રત્યેક માઇગ્રન્ટ દીઠ 20,000 પાઉન્ડ વધારાના ચૂકવાશે.

યુકે સરકાર કિગાલીને અસાયલમ પ્રોસેસ અને ઇન્ટિગ્રેશન કોસ્ટ માટે પ્રતિ વ્યક્તિ 1,51,000 પાઉન્ડ ચૂકવશે. તેમાં રહેવા, ખોરાક, આરોગ્ય અને શિક્ષણના ખર્ચનો સમાવેશ થાય છે. જે માઇગ્રન્ટ રવાન્ડામાં રહેવા ન ઇચ્છે તેના જવા માટે પણ સરકાર 10,000 પાઉન્ડની રકમ ચૂકવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter