લંડનઃ ભારતના ટેબલ ટેનિસ ખેલાડી અમન ઢાલને આર્ટ્સ, કલ્ચર, એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ કેટેગરીમાં ઇન્ડિયા-યુકે આઉટસ્ટેન્ડિંગ એચિવર એવોર્ડથી સન્માનિત કરાયા હતા. લંડનમાં ગયા ગુરુવારના રોજ આ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં 35 એચિવર્સને સન્માનિત કરાયાં હતાં.
અન્ય સન્માનિતોમાં ઉદ્યોગ સાહસિક અનન્યા બિરલા, થિયેટર અને ફિલ્મ એક્ટર રાધિકા આપ્ટે, ડ્યુશ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર માયર્રા સોન્ધી, સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નતાશા પૂનાવાલા, બિહાર સરકારના ઉદ્યોગ અને પર્યટન મંત્રી નિતિશ મિશ્રા, લલિત સૂરી હોસ્પિટાલિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેશવ સૂરી અને યુકેઆરઆઇ ફ્યુચર લીડર્સ ફેલોશિપના સિદ્ધાર્થ ખસ્તગીરનો સમાવેશ થતો હતો.
આ એવોર્ડ સમારોહનું આયોજન નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમ્ની યુનિયન યુકે દ્વારા બ્રિટિશ કાઉન્સિલ ઇન ઇન્ડિયા અને યુકે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ અને યુકે પાર્લામેન્ટ સાથે ભાગીદારીમાં કરાયું હતું.