લંડનઃ બુધવારે રજૂ કરાયેલા બજેટમાં ચાન્સેલર જોન હિલી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ લાઇફટાઇમ આઇએસએની હાલની 4,50,000 પાઉન્ડની પ્રોપર્ટી લિમિટ કરતાં વધુ કિંમતનું પ્રથમ મકાન ખરીદનારાઓ પર લાદવામાં આવતો વિડ્રોઅલ દંડ રદ કરવામાં આવશે. આ ઉપરાંત સરકારે અગાઉથી ચર્ચામાં રહેલી ફર્સ્ટ-ટાઇમ બાયર આઇએસએ યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, જે એપ્રિલ 2029 થી શરૂ થશે.
વર્ષોની રજૂઆતો બાદ 4,50,000 પાઉન્ડથી વધુની કિંમતનું ઘર ખરીદનારાઓ માટે લાઇફટાઇમ આઇએસએનો પેનલ્ટી ચાર્જ 25% થી ઘટાડીને 20% કરવામાં આવ્યો છે, જે અત્યંત આવકારદાયક છે.
ચાન્સલરે ફર્સ્ટ ટાઇમ બાયર આઇએસએના લોન્ચની પણ પુષ્ટિ કરી છે, પરંતુ તેને શરૂ થવામાં હજુ થોડા વર્ષો લાગશે. ત્યાં સુધી LISA ચાલુ રહેશે અને નવા ખાતા બંધ થયા પછી પણ તે ઉપયોગી રહેશે.
સરકારે પુષ્ટિ કરી છે કે સ્કીમની મર્યાદાથી વધુ કિંમતનું ઘર ખરીદનારાઓ માટે આ વિડ્રોઅલ પેનલ્ટી 29 ઓક્ટોબર 2026 થી નાબૂદ કરવામાં આવશે. આ કિસ્સામાં વિડ્રોઅલ ચાર્જ 25% થી ઘટાડીને 20% કરવામાં આવ્યો છે. ઘર ખરીદવા સિવાયના અન્ય કોઈ કારણસર પૈસા ઉપાડવા પર 25% નો ચાર્જ યથાવત રહેશે.


