40 ટકા જુનિયર ડોક્ટરો એનએચએસને અલવિદા કહેવાની તજવીજમાં, 18-19 જાન્યુઆરીએ નર્સો ફરી હડતાળ પર જશે

33 ટકા ડોક્ટર અન્ય દેશોમાં સ્થળાંતર કરવાની તૈયારી કરી રહ્યાં છે

Wednesday 04th January 2023 06:04 EST
 
 

લંડન

નર્સો અને પેરામેડિકલ સ્ટાફની હડતાળો સાથે એનએચએસની માઠી બેઠી છે ત્યારે હવે જુનિયર ડોક્ટરો એનએચએસને અલવિદા કહેવાની તૈયારી કરી રહ્યાં છે. એક સરવે અનુસાર દર 10 નવા ડોક્ટર પૈકીના ચાર એનએચએસ છોડી જવા ઇચ્છે છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર 50 ટકા જુનિયર ડોક્ટર તેમની ડિગ્રી હાંસલ કરે તે પહેલાં જ હેલ્થ સર્વિસ છોડવા ઇચ્છે છે. 33 ટકા ડોક્ટર અન્ય દેશોમાં ડોક્ટર તરીકે સેવા આપવા ઇચ્છે છે અને ઓસ્ટ્રેલિયા તેમની પહેલી પસંદ છે. ઓછા પગાર અને નબળી વર્કિંગ કન્ડિશન યુવા ડોક્ટરોને એનએચએસ છોડવા મજબૂર કરી રહ્યાં છે. જુનિયર ડોક્ટરો પણ પગાર વધારાના મામલે જાન્યુઆરીમાં હડતાળનું આયોજન કરી રહ્યાં છે. બીએમએ દ્વારા નવેમ્બર અને ડિસેમ્બરમાં એક સરવે કરાયો હતો જેમાં 4553 જુનિયર ડોક્ટરમાંથી 1509એ જણાવ્યું હતું કે જો અમને બીજી નોકરી મળશે તો અમે એનએચએસ છોડી જવા માગીએ છીએ.

નર્સોના યુનિયને જણાવ્યું હતું કે વેતન વધારાના મુદ્દે જાન્યુઆરીમાં હજારો નર્સો 18 અને 19 જાન્યુઆરીના રોજ હડતાળ પર જશે. આ પહેલાં 15 અને 20 ડિસેમ્બરના રોજ બ્રિટનમાં હજારો નર્સોએ હડતાળ પાડતાં એનએચએસની કામગીરી ખોરવાઇ ગઇ હતી અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter