50 ટકા કરતાં વધુ કન્ઝર્વેટિવ માને છે કે ઇસ્લામ બ્રિટન માટે ખતરો

કન્ઝર્વેટિવ પાર્ટી ઇમિગ્રેશન અને ધર્મના મામલે જમણેરી ઝોક તરફ વળી

Tuesday 05th March 2024 11:06 EST
 
 

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીના 50 ટકા કરતાં વધુ સભ્યો એવું માને છે કે ઇસ્લામ બ્રિટિશ સામાજિક જીવન સામેનો સૌથી મોટો પડકાર છે. એક સરવેમાં પાર્ટીના 58 ટકા સભ્યોએ જણાવ્યું હતું કે ઇસ્લામ દેશ માટે ધમકીરૂપ બની રહ્યો છે. બ્રિટનની 25 ટકા જનતા પણ આ પ્રકારનું જ મંતવ્ય ધરાવે છે. 52 ટકા સભ્યો એમ માને છે કે યુરોપના શહેરોના કેટલાક હિસ્સાઓમાં તો જાણે કે શરિયાનો કાયદો પ્રવર્તી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. યુરોપના શહેરોના કેટલાક હિસ્સા તો મુસ્લિમ બહુલ બની ગયાં છે જ્યાં બિનમુસ્લિમો પ્રવેશ પણ કરતાં નથી.

સરવેના તારણો પૂરવાર કરે છે કે કન્ઝર્વેટિવ પાર્ટી ઇમિગ્રેશન અને ધર્મના મામલે હવે જમણેરી ઝોક ધરાવતી થઇ રહી છે. ચૂંટણી બાદ જો રિશી સુનાક રાજીનામુ આપે તો પાર્ટીનો નેતા કોણ હોઇ શકે તેનો નિર્ણય લેવામાં આ જમણેરી ઝોક મહત્વનો પૂરવાર થશે.

સરવે કરાવનાર નિક લોલેસ કહે છે કે છેલ્લા એક સપ્તાહનો ઘટનાક્રમ દર્શાવે છે કે કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઇસ્લામોફોબિયા અને મુસ્લિમ વિરોધી લાગણીના મૂળ ઊંડે સુધી પહોંચી ગયાં છે. સરવેના તારણો આ સમસ્યાને સારી રીતે ઉજાગર કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter