51 લાખ લોકો રિઅલ લિવિંગ વેજ પર નભતાં હશે – લિવિંગ વેજ ફાઉન્ડેશન

વર્ષ 2023 સુધીમાં વધુ 16 લાખ લોકો ગરીબીમાં ધકેલાઇ જશે

Wednesday 16th November 2022 04:15 EST
 
 

લંડન

બ્રિટનમાં રિઅલ લિવિંગ વેતન કરતાં પણ ઓછી આવક ધરાવતા લોકોની સંખ્યા આગામી વર્ષે 51 લાખ પર પહોંચી જશે. હાલ 35 લાખ લોકો રિઅલ લિવિંગ વેતન કરતાં ઓછી આવક ધરાવે છે. રિઅલ લિવિંગ વેતન બ્રિટનના હજારો નોકરીદાતાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે ચૂકવાતી રકમ છે. લિવિંગ કોસ્ટ પરવડી શકે તેના આધારે આ રકમ નક્કી કરવામાં આવતી હોય છે. લિવિંગ વેજ ફાઉન્ડેશને ચેતવણી આપી છે કે 2023ની વસંત સુધીમાં વધુ 16  લાખ લોકો ગરીબીમાં ધકેલાઇ જશે. તેનો અર્થ એ થયો કે બ્રિટનમાં 51 લાખ કર્મચારીઓ એટલે કે કુલ કર્મચારી પૈકીના દર પાંચમાંથી એક કર્મચારી પોતાની જરૂરીયાત કરતાં ઓછું કમાતો હશે. લિવિંગ વેજ ફાઉન્ડેશનના ડિરેક્ટર કેથેરાઇન ચેપમેને જણાવ્યું હતું કે અમારી આગાહી આગામી વર્ષના બદતર ચિતારને રજૂ કરે છે. 51 લાખ કર્મચારીઓ લઘુત્તમ વેતન કરતાં પણ ઓછી આવક ધરાવતા હશે. મોંઘવારી વધવાની સાથે પરિવારો પર બોજો વધી રહ્યો છે. હાલ 11,000 કરતાં વધુ નોકરીદાતાઓ દ્વારા તેમના કર્મચારીઓને લંડનમાં 11.95 અને બાકીના બ્રિટનમાં 10.90 પાઉન્ડ લિવિંગ વેજ ચૂકવવામાં આવે છે.

ફુગાવાને કાબૂમાં લેતાં બે વર્ષ જેટલો સમય લાગી જશે – એન્ડ્રુ બેઇલી

બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ ચેતવણી ઉચ્ચારી છે કે હાલ કાળઝાળ મોંઘવારીમાંથી રાહત મળવાની કોઇ સંભાવના નથી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર અને બેન્ક દ્વારા આકરાં પગલાં લેવાય તો પણ ફુગાવાના દરને કાબૂમાં લેતાં 18 મહિનાથી બે વર્ષનો સમય લાગી શકે છે. હાલ ફુગાવાનો દર અમે ઇચ્છીએ છીએ તેના કરતાં ઘણો ઊંચો છે.

વીજળીના બિલ ચૂકવવા લોકો વેડિંગ રીંગ વેચવા મજબૂર બન્યાં

ગરીબીમાં સપડાયેલા બ્રિટિશરો વીજળીના તોતિંગ બિલ ચૂકવવા માટે પોતાની વેડિંગ રીંગ વેચવા મજબૂર બન્યાં છે. તેઓ કિટલી ગરમ કરવા માટે ફલોરબોર્ડ બાળી રહ્યાં છે. લીડ્સમાં રહેતા 40 લોકોએ તેમની સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, વીજળીનું બિલ ભરવા માટે અમે વેડિંગ રીંગ અને એન્ગેજમેન્ટ રીંગ વેચી દીધી છે. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, કિટલી ગરમ કરવા માટે હું ઘરના ફ્લોરબોર્ડ બાળી રહ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter