5474 ભારતીયો દ્વારા રાજ્યાશ્રયની અરજી, ફક્ત 20ને રાજ્યાશ્રય અપાયો

એક વર્ષમાં 499 ભારતીય ઇંગ્લિશ ચેનલ પાર કરી યુકે આવ્યા

Tuesday 02nd September 2025 11:58 EDT
 

લંડનઃ હોમ ઓફિસના આંકડા અનુસાર વર્ષ 2024માં 293 ભારતીય નાગરિક નાની હોડી દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા હતા. વર્ષ 2025માં જાન્યુઆરીથી જૂન મહિનાના સમયગાળામાં આ રીતે બ્રિટન પહોંચનારા ભારતીય નાગરિકની સંખ્યા 206 રહી છે. જૂન 2025માં પૂરા થયેલા છેલ્લા એક વર્ષમાં યુકેની બોર્ડર પોસ્ટ પર ગેરકાયદેસર રીતે આવનારા વિદેશીઓમાં ભારતીયોની સંખ્યા 15 ટકા રહી હતી. આ સમયગાળામાં 5474 ભારતીયો દ્વારા યુકેમાં રાજ્યાશ્રય માટે અરજી કરાઇ છે. જેમાં 4000 ભારતીયો યુકેમાં મુખ્યત્વે સ્ટડી વિઝા પર આવ્યા હતા. આ સમયગાળામાં 2691 ભારતીયોની રાજ્યાશ્રયની અરજી નકારી કઢાઇ હતી જ્યારે ફક્ત 20ને રાજ્યાશ્રય અપાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter