6 જુલાઈથી NI પેમેન્ટ માટેની આવકમર્યાદા £3000 વધશે

30 મિલિયન વર્કર્સે ઓછો ટેક્સ ભરવો પડશે

Wednesday 06th July 2022 02:43 EDT
 

લંડનઃ જે આવકમર્યાદાએ લોકોએ નેશનલ ઈન્સ્યુરન્સ (NI) ભરવાની શરૂઆત કરવી પડે છે તે મર્યાદા 6 જુલાઈથી 3000 પાઉન્ડ વધીને 12,570 પાઉન્ડ થઈ રહી છે.

નેશનલ ઈન્સ્યુરન્સ એવો ટેક્સ છે જે બેનિફિટિ્સ અને પેન્શન્સ તેમજ જોબ સીકર્સ એલાવન્સથી માંડી મેટરનિટી લીવની ચૂકવણી સુધી તમામને આવરી લઈ યોગદાન આપે છે. તમે જે રકમ ચૂકવો છો તે તમારી કમાણી અને એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ પર આધાર રાખે છે અને બિઝનેસીસે પણ NIની ચૂકવણી કરવાની રહે છે. વર્ષ 2021- 2022 માટે ‘ક્લાસ વન’ NI ચૂકવવા માટેની આવકમર્યાદા હાલ વાર્ષિક 9,568 પાઉન્ડ છે. જો તમારી કમાણી આનાથી ઓછી હોય તો તમારે NIનો ફાળો આપવાનો રહેતો નથી. NI ચૂકવવાની મર્યાદા 6 જુલાઈથી વધીને 12,570 પાઉન્ડ થવા સાથે 30 મિલિયન વર્કર્સે ઓછો ટેક્સ ભરવો પડશે.

આવકમર્યાદા 6એપ્રિલ 2022થી વધીને 9,880 પાઉન્ડ થવાની હતી અને ચાન્સેલર સુનાકે સ્પ્રિંગ સ્ટેટમેન્ટમાં આવકમર્યાદામાં વધારાની જે જાહેરાત કરી તેના પગલે વધુ 2,690 પાઉન્ડનો વધારો થઈ જશે અને લોકોને આગામી ફાઈનાન્સિયલ વર્ષમાં 267 પાઉન્ડની બચત થશે. નેશનલ ઈન્સ્યુરન્સ ટેક્સમાં 1.25 ટકાનો વધારો રદ નહિ કરવા સાથે ચાન્સેલરે કહ્યું હતું કે 70 ટકા વર્કર્સને આ વધારાની સરખામણીએ ટેક્સમાં વધુ રાહત મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter