લંડન
વિશ્વમાં કોમનવેલ્થ સાથે સંકળાયેલા 15 દેશ યુકેના રાજવીને પોતાના રાજવી તરીકે સ્વીકારે છે પરંતુ હવે તેઓ પ્રજાસત્તાક બનવા માટે મતદાનની તૈયારી કરી રહ્યાં છે. એક સરવે પ્રમાણે જો આવતીકાલે જનમત હાથ ધરાય તો કેનેડા, ઓસ્ટ્રેલિયા, બહામાસ, જમૈકા, સોલોમન આઇલેન્ડ્સ, એન્ટિગુઆ અને બાર્બુડા મતદાન કરવા તૈયાર છે.
કિંગ ચાર્લ્સ જે 15 દેશોના રાજા છે તેમાં હાથ ધરાયેલા સરવે અનુસર બહુમતી લોકો બંધારણીય રાજાશાહીને સ્વીકારે છે પરંતુ પ્રજાસત્તાક દેશના હિમાયતીઓની સંખ્યા પણ મોટી છે. ફક્ત 11000ની વસતી અને 10 ચોરસ માઇલનો વિસ્તાર ધરાવતા તુવાલુ દેશમાં પણ 71 ટકા લોકો રાજાશાહીની તરફેણ કરી રહ્યાં છે. ફક્ત 26 ટકા જ પ્રજાસત્તાક દેશની તરફેણ કરે છે. ઇંગ્લેન્ડમાં પણ 57 ટકા લોકો રાજાશાહીના હિમાયતી અને 22 ટકા વિરોધી છે.
15 દેશોના રાજા કિંગ ચાર્લ્સ
યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, જમૈકા, બહામાસ, ગ્રેનેડા, પાપુઆ ન્યુ ગિની, સોલોમન આઇલેન્ડ્સ, તુવાલુ, સેન્ટ લૂસિયા, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનેડિન્સ, બિલાઇઝ, એન્ટિગુઆ અને બાર્બુડા, સેન્ટ કિટ્સ એન્ડ લેવિસ


