6 મે 2023ના રોજ કિંગ ચાર્લ્સ ત્રીજાની તાજપોશી

તાજપોશી સમારોહના ખર્ચમાં મોટાપાયે કાપ મૂકાવાની સંભાવના, કરકસર સામે ઇતિહાસકારોની ચેતવણી

Wednesday 19th October 2022 04:26 EDT
 
 

લંડન

કિંગ ચાર્લ્સ ત્રીજાની તાજપોશી 6 મે 2023ના રોજ વેસ્ટમિન્સ્ટર આબે ખાતે યોજાશે. કિંગની તાજપોશીમાં પરંપરાગત વિધિઓની બાદબાકી કરી આધુનિક વિશ્વ સાથે કદમ મિલાવવાનો પ્રયાસ કરાશે. તે ઉપરાંત તાજપોશીના કાર્યક્રમનો સમયગાળો પણ ટૂંકાવવામાં આવે તેવી સંભાવના છે. 1953માં ક્વીન એલિઝાબેથ દ્વિતિયની તાજપોશીનો કાર્યક્રમ 3 કલાક લાંબો ચાલ્યો હતો. બકિંગહામ પેલેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બી દ્વારા ધાર્મિક સમારોહુનં સંચાલન કરાશે. ક્વીન કોન્સોર્ટ કેમિલાની પણ આજ સમાહોહમાં તાજપોશી કરાશે.

કિંગ ચાર્લ્સ ત્રીજાની તાજપોશીના જલસાના ખર્ચમાં તોતિંગ કાપ મૂકવાની યોજના સામે નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે. એમ માનવામાં આવે છે કે કિંગ ચાર્લ્સ ત્રીજા તાજપોશીના કાર્યક્રમને ટૂંકાવીને મહેમાનોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો કરવાની તરફેણ કરી રહ્યાં છે. કિંગ ચાર્લ્સ મહેમાનોની સંખ્યા 8000થી ઘટાડીને 2000 કરવાના હિમાયતી છે. નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે તાજપોશીના ખર્ચમાં તોતિંગ કાપ મૂકવાના કારણે બ્રિટનને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની તક વેડફાઇ જશે. ઇતિહાસકારોનું કહેવું છે કે તાજપોશી દ્વારા બ્રિટનની રાજાશાહીની તસવીર વિશ્વ સમક્ષ રજૂ કરી શકાશે. જે રીતે ક્વીનની અંતિમવિધિમાં સામેલ થવા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષી શકાયાં હતાં તેવી જ રીતે તાજપોશીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી શકે છે.

ઇતિહાસકાર એન્ડ્રુ રોબર્ટ્સ કહે છે કે આગામી ઊનાળામાં યોજાનારી તાજપોશીની ઉજવણી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ બાદ આવશ્યક બની રહી છે. રાજવીની તાજપોશી પેઢીમાં એક જ વાર આવતી હોય છએ અને જો તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે કાર્યક્રમને ટૂંકાવી નાખવામાં આવશે તો તેના વિપરિત પરિણામ જોવા મળશે. આ બ્રિટન અને તેની જનતાને વિશ્વ સ્તરે રજૂ કરવાનો અવસર છે. જો આ તક વેડફાઇ જશે તો ઘણું દુખ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે જૂન મહિનામાં વેસ્ટમિન્સ્ટર ખાતે કિંગ ચાર્લ્સની તાજપોશી યોજાશે.

તાજપોશીમાં કરકસર

-          મહેમાનોની સંખ્યા 8000થી ઘટાડીને 2000 કરાશે

-          પ્રાસંગિત વસ્ત્રોને સ્થાને ફોર્મલ શૂટનો ઉપયોગ થશે

-          રાજાને ગોલ્ડ ઇનગોટ્સ આપવાની પ્રક્રિયા રદ

-          700 પીઅર્સમાંથી ગણતરીનાને જ આમંત્રણ અપાશે

-          વેલવેટની ખુરશીઓના સ્થાને સામાન્ય ખુરશીઓનો ઉપયોગ

-          રાજાને સોનુ આપવાની પરંપરાગત વિધિ રદ કરાશે

ક્વીન કોન્સોર્ટની તાજપોશીમાં કોહીનૂર હીરાનું સ્થાન બ્રિટિશ ગુલામીની પીડા તાજી કરાવશે – ભાજપ

ક્વીન કોન્સોર્ટ કેમિલાની તાજપોશીમાં ઉપયોગમાં લેવાનાર ક્રાઉનમાં જડેલો કોહીનૂર હીરો બ્રિટિશ ગુલામીની કડવી યાદો તાજી કરાવશે. ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કાહીનૂર હીરો ભારતના લોકોમાં બ્રિટીશ શાસનની કડવી યાદો તાજી કરાવી દેશે. અત્યારે ઘણા ભારતીયોને બ્રિટીશ અત્યાચારોના એ કાર્યકાળની સમજ પણ નથી. પાંચ સદી સુધી વિવિધ વિદેશી શાસકો પાંચથી 6 પેઢીના ભારતીયો પર અત્યાચાર ગુજારતા રહ્યા હતા. પરંતુ હવેની પેઢીઓને તેનું જ્ઞાન નથી. કોહીનૂર હીરાને જોઇને એ જૂના ઘા ફરી તાજા થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter