લંડનઃ ક્રોયડોન, હેકની, લૂઇશામ, ન્યૂહામ, ટાવર હેમલેટ્સ અને વોટફોર્ડના મેયરપદની ચૂંટણીમાં ગ્રીન પાર્ટીનો દબદબો રહ્યો હતો. ગ્રીન પાર્ટીએ લૂઇશામ અને હેકનીમાં મેયરપદ હાંસલ કર્યા હતા જ્યારે ક્રોયડોનમાં કન્ઝર્વેટિવ, ન્યૂહામમાં લેબર, ટાવર હેમલેટ્સમાં એસ્પાયર અને વોટફોર્ડમાં લિબરલ ડેમોક્રેટ ઉમેદવારો મેયર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
ક્રોયડનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના જેસન પેરી, હેકનીમાં ગ્રીન પાર્ટીના ઝો ગાર્બેટ્ટ, ન્યૂહામમાં લેબર પાર્ટીના ફોરહાદ હુસેન, ટાવર હેમલેટ્સમાં એસ્પાયરના લુતફુર રહેમાન અને વોટફોર્ડમાં લિબરલ ડેમોક્રેટના પીટર ટેયલર મેયરપદે ચૂંટાઇ આવ્યા હતા.
મેયરપદના પરિણામ
ક્રોયડન
પાર્ટી – ઉમેદવાર – મત
કન્ઝર્વેટિવ – જેસન પેરી – 35,871
લેબર પાર્ટી – રોવેન્ના ડેવિસ – 34,758
ગ્રીન પાર્ટી – પીટર અંડરવૂડ – 19,404
00000000
હેકની
પાર્ટી – ઉમેદવાર – મત
ગ્રીન પાર્ટી – ઝો ગાર્બેટ્ટ – 35,720
લેબર પાર્ટી – કેરોલિન વૂડલી – 26,865
કન્ઝર્વેટિવ – તારેક ગ્રેગ – 6,345
00000000000
ન્યૂહામ
પાર્ટી – ઉમેદવાર – મત
લેબર પાર્ટી – ફોરહાદ હુસેન – 25,538
ન્યૂહામ – મેહમૂદ મિરઝા – 20,234
ગ્રીન પાર્ટી – આરીક ચૌધરી – 18,999
000000000000000
ટાવર હેમલેટ્સ
પાર્ટી – ઉમેદવાર – મત
એસ્પાયર – લુતફુર રહેમાન – 35,679
લેબર પાર્ટી – સિરાજુલ ઇસ્લામ – 19,454
ગ્રીન પાર્ટી – હીરા ખાન એડિઓગન – 19,223
0000000000000000000
વોટફોર્ડ
પાર્ટી – ઉમેદવાર – મત
લિબરલ ડેમોક્રેટિક – પીટર ટેયલર – 14,583
રિફોર્મ યુકે – માર્ક ડિક્સન – 4,972
ગ્રીન પાર્ટી – જેક મિચેલ – 3,084


