6 વર્ષનાં જોડિયાં બાળકો ઘરનાં ગાર્ડનમાંથી લાપતા

Wednesday 11th May 2022 07:31 EDT
 
 

લંડનઃ 6 વર્ષના જોડિયાં બાળકો ઈમાન્યુએલ અને ઈમાન્યુએલા સાઉથ લંડનના લેમ્બેથ ખાતેના નિવાસના ગાર્ડનમાંથી 7 મે, શનિવારની સાંજે લાપતા થયાં હોવાનું મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું છે.

મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે જોડિયાં બાળકો ઈમાન્યુએલ અને ઈમાન્યુએલા તેમના લેમ્બેથના કાઉલી રોડસ્થિત નિવાસે તેમના ઘરના ગાર્ડનમાં સાંજે આશરે 6 વાગ્યાના સુમારે છેલ્લે જોવાં મળ્યા હતાં. તેમના એક સગાંએ એક કલાક પછી તેમની તપાસ કરી ત્યારે તેઓ ત્યાં જોવાં મળ્યા ન હતાં. પોલીસને જાણ કરવામાં આવતાં નેશનલ પોલીસ એર સર્વિસની મદદથી સમગ્ર વિસ્તારમાં શોધ શરૂ કરવામાં આવી હતી. પરિવાર અને સ્થાનિક લોકો પણ બાળકોની શોધખોળમાં જોડાયા હતા.

બાળક ઈમાન્યુએલે બ્લુ રંગના લાંબી બાંયનું ટોપ અને બ્લુ બોટમ વસ્ત્રો અને બ્લુ શૂઝ તેમજ બાળકી ઈમાન્યુએલાએ ગુલાબી રંગના વસ્ત્રો અને પિન્ક શૂઝ પહેર્યાં અને વાળ ગુંથેલાં હોવાનું કહેવાય છે. ડિટેક્ટિવ્ઝે જમાવ્યું હતું કે બાળકો અચાનક નહિ મળવાથી પરિવાર ચિંતાતુર બન્યો છે અને પોલીસને પણ તેમની હાલત વિશે ચિંતા છે.

જો કોઈને પણ આ બાળકોની ભાળ અથવા તેમના વિશેની માહિતી મળે તો CAD 6803/7 May ના રેફરન્સ સાથે 999ને તત્કાળ ફોન કરવા વિનંતી કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter