લંડનઃ આરએમટી યુનિયન દ્વારા સપ્ટેમ્બરના પ્રારંભે હડતાળની જાહેરાત કરાતાં લંડનની અંડરગ્રાઉન્ડ અને ડોકલેન્ડ્સ લાઇટ રેલવેના પ્રવાસીઓની હાડમારીમાં વધારો થશે. 5 સપ્ટેમ્બરની સાંજથી રુસલિપ ડેપોના કર્મચારીઓ 24 કલાકની હડતાળ પર જશે. તેવી જ રીતે 7 સપ્ટેમ્બરથી દરરોજ ટ્યુબ નેટવર્કના અલગ અલગ કર્મચારીઓ હડતાળ પર જવાના છે જેના કારણે પરિવહન સેવાઓ ખોરવાઇ જવાની સંભાવના છે. આરએમટી યુનિયનના બહુમતી કર્મચારીઓએ હડતાળની તરફેણમાં મતદાન કર્યું હતું.

