60,000 પાઉન્ડની વાર્ષિક આવક ધરાવતો મધ્યમવર્ગ પણ સંઘર્ષ કરી રહ્યો છે

ખાદ્યપદાર્થો અને જીવનજરૂરી વસ્તુઓમાં જ મોટાભાગની આવક ખર્ચાઇ જાય છે

Tuesday 20th February 2024 12:43 EST
 

લંડનઃ બ્રિટનના અસુરક્ષિત જોબ માર્કેટ અને વધી રહેલી હાઉસિંગ કોસ્ટના કારણે વાર્ષિક 60,000 પાઉન્ડ જેટલી ઊંચી આવક ધરાવતો મધ્યમવર્ગ પણ સંઘર્ષ કરી રહ્યો છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે અસુરક્ષિત જોબ માર્કેટ એટલે દર 3માંથી એક વ્યક્તિ એવી છે જે આજે મિડલ ઇનકમ ધરાવે છે પરંતુ આવતા વર્ષે તેની પાસે આ આવક ન હોય.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મધ્યમવર્ગની અસુરક્ષાની સમસ્યા સિંગલ પેરેન્ટ્સને વધુ પરેશાન કરી રહી છે. મધ્યમવર્ગીય આવક ધરાવતા પરિવાર આજે ખાદ્યપદાર્થઓ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓ માટે પણ સંઘર્ષ કરી રહ્યાં છે. 30થી 60 હજાર પાઉન્ડની વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે.

બ્રિટનમાં મધ્યમવર્ગીય આવક લોકોને સુરક્ષિત બનાવી રહી નથી. હાલની કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસે મધ્યમવર્ગીય પરિવારોને વધુ નબળાં બનાવ્યાં છે. તેઓ નોંધપાત્ર અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યાં છે. તેમને ચોમાસાના દિવસો અને નિવૃત્તિ માટે પણ બચત કરવાની હોય છે. એજ્યુકેશન લોન ચૂકવતો અને હાઇ હાઉસિંગ કોસ્ટનો સામનો કરતા મધ્યમવર્ગીય પરિવાર માટે હાલના સ્ટાન્ડર્ડ પ્રમાણે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter