60 કિલો ડ્રગ્સની દાણચોરી માટે સંદીપ સિંહ અને બિલી હાયરને 24 વર્ષની કેદ

Tuesday 29th August 2023 12:07 EDT
 
 

લંડનઃ મેક્સિકોથી હિથ્રો એરપોર્ટ થઇને કોકેન તથા એમ્ફેટામાઇન ડ્રગ્સનો મોટો જથ્થો ઘૂસાડનાર સેન્ડવેલ કાઉન્સિલના કર્મચારીઓ સંદીપ સિંહ રાય અને તેના સાથી બિલી હાયરને 24 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. બંનેએ સાથે મળીને લેસર કટિંગ મશીનમાં 30 કિલો કોકેન અને 30 કિલો એમ્ફેટામાઇનનો જથ્થો દેશમાં ઘૂસાડ્યો હતો. નેશનલ ક્રાઇમ એજન્સીએ આ દાણચોરીના મામલે બોર્ડર ફોર્સના અધિકારીઓને બાતમી આપી હતી જેના પગલે 26 મે 2022ના રોજ હિથ્રો એરપોર્ટ પર જ આ જથ્થો ઝડપી લેવાયો હતો પરંતુ તેના સ્થાને કેળાં મૂકી દેવાયાં હતાં. સંદીપ સિંહ અને બિલી કથિત ડ્રગ્સનો જથ્થો મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે જ તેમને ઝડપી લેવાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter