60 વર્ષની વયે બોરિસ જ્હોન્સન 9મી વાર પિતા બન્યાં

Tuesday 27th May 2025 15:09 EDT
 
 

લંડનઃ પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન 60 વર્ષની ઉંમરે 9મી વાર પિતા બન્યાં છે. તેમના પત્ની કેરીએ દીકરી પોપીના જન્મની જાહેરાત કરી હતી. પોપી બોરિસ અને કેરીનું ચોથું સંતાન છે. કેરીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પોપી એલિઝા જોસેફાઇન જ્હોન્સનનો 21 મેના રોજ જન્મ થયો છે. પોપી અમારું આ છેલ્લું સંતાન છે. આ પહેલાં બોરિસ અને કેરીના 3 સંતાન વિલ્ફ્રેડ, રોમી અને ફ્રેન્ક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter