61 ટકા બ્રિટિશર ભારત સાથે મજબૂત સંબંધની તરફેણમાં

બહુમતી બ્રિટિશરો ચીન અને સાઉદીથી અંતર જાળવવા ઇચ્છે છે

Tuesday 05th September 2023 12:19 EDT
 
 

લંડનઃ બ્રિટિશ મતદારો ઇચ્છે છે કે વડાપ્રધાન રિશી સુનાક ચીન અને સાઉદી અરબ સાથે અંતર જાળવે પરંતુ ભારત સાથે ગાઢ સંબંધ બાંધે. યુગવ દ્વારા કરાયેલા એક સરવેમાં 51 ટકા બ્રિટિશ મતદારોએ જણાવ્યું હતું કે, બ્રિટને ચીન સાથે અંતર જાળવવું જોઇએ જ્યારે 31 ટકાના મતે ચીન સાથે મજબૂત સંબંધો બાંધવા જોઇએ. 2019માં કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપનારા 60 ટકા મતદારો માને છે કે બ્રિટને ચીનથી અંતર જાળવવું જોઇએ.

બ્રિટિશ મતદારો ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવાની તરફેણ કરી રહ્યાં છે. 61 ટકા મતદાર ભારત સાથે મજબૂત સંબંધો ઇચ્છે છે જ્યારે ફક્ત 18 ટકા બ્રિટિશર ભારત સાથે સંબંધ ઇચ્છતા નથી. તેનો અર્થ એ થયો કે બ્રિટિશરો મધ્યે ભારત પણ અમેરિકા જેટલો જ પ્રિય ભાગીદાર દેશ બની રહ્યો છે. 78 ટકા બ્રિટિશર અમેરિકા સાથે ગાઢ સંબંધનું તરફેણ કરી રહ્યાં છે. 80 ટકા બ્રિટિશ મતદારો રશિયાથી અંતર જાળવવા ઇચ્છે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter