લંડનઃ સીરિયસ ફ્રોડ ઓફિસે શટર પાડી દેવાયેલી કાયદા કંપની એક્ઝિઓમના સંદર્ભમાં દરોડા પાડીને 7 વ્યક્તિની ધરપકડ કરી હતી. કંપનીના એકાઉન્ટોમાંથી 66 મિલિયન પાઉન્ડનું ક્લાયન્ટ ફંડ લાપતા બન્યા બાદ સીરિયસ ફ્રોડ ઓફિસ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. કંપનીના પૂર્વ મેનેજિંગ પાર્ટનર પ્રજ્ઞેશ મોઢવાડિયાએ લાપતા બનેલું મોટાભાગનું ફંડ ખર્ચાઇ ચૂક્યું હોવાની કબૂલાત કરાયા બાદ એસએફઓના તપાસકર્તાઓ અને મેટ્રોપોલિટન પોલીસ દ્વારા બેડફોર્ડશાયરમાં 9 સ્થળે દરોડાની કાર્યવાહીમાં 7 વ્યક્તિની ધરપકડ કરાઇ હતી.

