લંડનઃ લગ્ન સમારોહમાં 7 વર્ષની બાળકીને અણછાજતો સ્પર્શ કરવા માટે પિન્નરની ઓક્સહી લેનમાં રહેતા 42 વર્ષીય રાહુલ પટેલ સામે કેસ ચાલશે. રાહુલ પટેલ પર 13 વર્ષથી નાની બાળકી પર સેક્સ્યુઅલ એસોલ્ટના બે આરોપ મૂકાયા છે. સ્લોઉની એક હોટેલમાં આયોજિત લગ્ન સમારોહમાં ફક્ત પાંચ મિનિટના અંતરે આ બંને ઘટના બની હતી. પ્રોસિક્યુટિંગ બેરિસ્ટર મેથ્યૂ નાઇટે જણાવ્યું હતું કે, આરોપી અને ફરિયાદીએકબીજાને ઓળખતા નથી અને બંને તેમના પરિવાર સાથે આ સમારોહમાં હાજરી આપી રહ્યાં હતાં.