70 કરતાં વધુ વર્ષ બાદ બ્રિટિશ પાસપોર્ટ પર હીઝ મેજેસ્ટી ટાઇટલ

Tuesday 25th July 2023 12:11 EDT
 
 

લંડનઃ 70 કરતાં વધુ વર્ષના ગાળા બાદ યુકેમાં હવે રાજાના નામે પાસપોર્ટ જારી થઇ રહ્યાં છે. આ સપ્તાહથી કિંગ ચાર્લ્સ તૃતીયના નામે બ્રિટિશ પાસપોર્ટ જારી કરાશે. નવા પાસપોર્ટ પર હવે હર મેજેસ્ટીના સ્થાને હીઝ મેજેસ્ટી ટાઇટલ રહેશે. જોકે પ્રવર્તમાન પાસપોર્ટ પણ માન્ય રહેશે અને હર મેજેસ્ટી ટાઇટલ ધરાવતા પાસપોર્ટનો સ્ટોક પહેલાં ખાલી કરાશે.

હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, 70 વર્ષથી બ્રિટિશ પાસપોર્ટ પર હર મેજેસ્ટી ટાઇટલ રહેતું હતું અને આપણામાંના ઘણાને એ પણ ખબર નથી કે સૌથી પહેલાં તે ક્યારે જારી કરાયા હતા. આજે યુકેના ઇતિહાસની નોંધપાત્ર ક્ષણ છે. 1952 પછી પહેલીવાર બ્રિટિશ પાસપોર્ટ પર હીઝ મેજેસ્ટી, ધ કિંગ ટાઇટલ હશે. જોકે કિંગને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટની જરૂર રહેતી નથી કારણ કે તે તેમના નામે જ જારી કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter