લંડનઃ માર્ગ સુરક્ષાને લઈને સરકાર દ્વારા લેવામાં આવનારા સંભવિત કડક નિર્ણયો પહેલાં જ મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ સ્વેચ્છાએ પોતાના ડ્રાઈવિંગ લાયસન્સ સરેન્ડર કરવાનું શરૂ કર્યું છે. તાજેતરના ડેટા અનુસાર 70 વર્ષની વય વટાવી ચૂકેલા સેંકડો ડ્રાઈવરોએ તેમના લાયસન્સ રિન્યૂ ન કરાવવાનો નિર્ણય લીધો છે.
હાલના નિયમો મુજબ, ડ્રાઈવરોએ 70 વર્ષની વયે પહોંચ્યા બાદ દર ત્રણ વર્ષે લાયસન્સ રિન્યૂ કરાવવું ફરજિયાત છે. માહિતી મુજબ 1,188 વ્યક્તિઓએ 70 વર્ષની વયે પહોંચ્યા બાદ રિન્યુઅલ માટે અરજી જ કરી નથી. જ્યારે ચાલુ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં અન્ય 611 લોકોએ પણ આ જ માર્ગ અપનાવ્યો છે.
સરકાર ટૂંક સમયમાં 70 વર્ષથી વધુ વયના લોકો માટે ફરજિયાત આઈ-ટેસ્ટના નિયમો લાવી રહી છે. આ કડક તપાસથી બચવા અથવા સ્વાસ્થ્યના કારણોસર ઘણા લોકો ડ્રાઈવિંગથી અંતર જાળવી રહ્યા છે.


