લંડનઃ કોમ્પ્યુટર કોમ્પોનન્ટ સપ્લાયર કંપની રોન્સઇલેક્ટ્રોનિક્સના ડિરેક્ટર રણવીરસિંહ માલહીને એચએમઆરસી સાથે ફ્રોડ આચરવાના આરોપસર 9 વર્ષ માટે કંપનીના ડિરેક્ટરપદ પર રહેવા પર પ્રતિબંધ મૂકાયો છે. ન્યૂકેસલ-અંડર-લાઇમ ખાતે પહેલા રજિસ્ટર્ડ કરાયેલી આ કંપનીને પાછળથી મેફેર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ 23 વર્ષીય રણવીર આ બિઝનેસ તેના બેડરૂમમાંથી જ ઓપરેટ કરતો હતો અને તેણે એચએમઆરસીમાં 788,159.58 પાઉન્ડના વેટ માટે ફ્રોડ દાવો કર્યો હતો.
પ્રોસિક્યુટર ડેનિયલ બિશપે જણાવ્યું હતું કે, રણવીરે કંપનીના અંદાજિત 5,00,000 પાઉન્ડના ટર્નઓવરનો દાવો કર્યો હતો. નવેમ્બર 2022માં તેણે ઓક્ટોબરમાં પૂરા થયેલા વર્ષ માટે વેટ રિટર્નનો દાવો રજૂ કર્યો હતો.