8 મિલિયન પાઉન્ડના ડ્રગ રેકેટ કેસમાં જગજિત સિંહને 10 વર્ષ અને 6 મહિનાની કેદ

Tuesday 26th May 2026 11:28 EDT
 

લંડનઃ બ્રિટનમાં મોટા પાયે ચાલી રહેલા ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કરીને પોલીસે ઝડપેલા પાંચ ગેંગ સભ્યોને કુલ 84 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ગુનાહિત સિન્ડિકેટમાં સામેલ ભારતીય મૂળના એક વ્યક્તિને પણ આશરે 10 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. આ ટોળકીએ બેનામી ગોદામો અને ટ્રાન્સપોર્ટ રૂટ્સનો ઉપયોગ કરીને અંદાજે 8 મિલિયન પાઉન્ડના કોકેઈન અને હેરોઈનની તસ્કરી કરી હતી.

મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર બર્મિંગહામના રહેવાસી 30 વર્ષીય જગજીત સિંહને લંડનમાં પ્રતિબંધિત ક્લાસ-એ ડ્રગ્સની આયાત અને સપ્લાય કરવાના મોટા ગજાના સંગઠિત ગુનાહિત જૂથમાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ 10 વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.

આ હાઈ-પ્રોફાઈલ ઓપરેશન દરમિયાન તપાસકર્તાઓએ 300 કિલોથી વધુ કોકેઈન અને 60 કિલોથી વધુ હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter