લંડનઃ 80મા વિક્ટરી ઇન યુરોપ ડે નિમિત્તે 5મેના સોમવારના રોજ બકિંગહામ પેલેસ પરનું આકાશ રેડ એરોઝ અને અન્ય લશ્કરી વિમાનોની પરેડથી ધમધમી ઉઠ્યું હતું. આ પ્રસંગે બકિંગહામ પેલેસની બાલ્કનીમાં રાજવી પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં. સેંકડોની જનમેદનીએ પેલેસ બહાર આ પરેડ નિહાળી હતી.