85 વર્ષની ઉંમરે ફરી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની માગ બુલંદ બની

બ્રિટનમાં 16.50 લાખ વાહનચાલકો 80 કરતાં વધુ વયના

Tuesday 11th April 2023 13:51 EDT
 
 

લંડન

રોડ સેફ્ટી ચેરિટીના જણાવ્યા અનુસાર બ્રિટનમાં 80 વર્ષથી વધુના 10 લાખ કરતાં વધુ લોકો વાહન ચલાવી રહ્યાં છે તેથી 85 વર્ષની ઉંમરે તેમનો ફરીવાર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની માગ બુલંદ બની રહી છે. સ્વતંત્ર રીતે હરવા ફરવા માટે વૃદ્ધો પોતાની કાર પર વધુ આધાર રાખતા હોય છે. તાજેતરમાં એક 95 વર્ષીય ડ્રાઇવરે રેડ લાઇટનું ઉલ્લંઘન કરીને એક મહિલાને કચડી નાખ્યા પછી વૃદ્ધોના ડ્રાઇવિંગ ટેસ્ટની માગ બુલંદ બની રહી છે. બ્રિટનમાં હાલ 80 વર્ષ કરતાં મોટા 16.50 લાખ વાહનચાલકો છે. અકસ્માતો સર્જતા લોકોમાં 86 અને તેથી વધુ ઉંમરના લોકોની સંખ્યા મોટી છે. બ્રિટનમાં 100 વર્ષ કરતાં વધુની વય ધરાવતા 510 લોકો ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવે છે.

આઇએમ રોડસ્માર્ટના રિસર્ચ ડિરેક્ટર નીલ ગ્રેગ કહે છે કે ડેમોગ્રાફિક ટાઇમબોમ્બ ફાટવાની તૈયારીમાં છે. વૃદ્ધો સુરક્ષિત ડ્રાઇવિંગ કરે તે મુદ્દા પર પ્રામાણિક ચર્ચા કરવી જરૂરી છે. 1976થી અમલી હાલની સિસ્ટમ પ્રમાણે બ્રિટનમાં 70 વર્ષની વયે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ફરી અરજી કરવી પડે છે અને ત્યારબાદ દર 3 વર્ષે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે પરંતુ પોતાની તંદુરસ્તી અંગેની માહિતી અરજદારે જાતે આપવાની હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter