9/11 હુમલાની 25મી વરસીઃ લંડનમાં બ્રિટિશ પીડિતોના પરિવારોએ શ્રદ્ધાંજલિ અર્પી

આપણા જીવનમાર્ગને નષ્ટ કરવા માંગતા લોકો ક્યારેય જીતી શકશે નહીઃ એન્ડી બર્નહામ

Tuesday 15th September 2026 10:05 EDT
 
 

લંડનઃ અમેરિકામાં થયેલા 9/11ના આતંકવાદી હુમલાની 25મી વરસી નિમિત્તે લંડનના ક્વીન એલિઝાબેથ ઓલિમ્પિક પાર્કમાં એક વિશેષ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિટિશ પીડિતોના પરિવારો અને અનેક અગ્રણી હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપીને મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. યુકેની સીન્સ 9/11 સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળમાંથી મેળવેલા સ્ટીલમાંથી બનાવાયેલા એક સ્મારક નજીક યોજાયો હતો.

વડાપ્રધાન એન્ડી બર્નહામે એક વિડિયો સંદેશ દ્વારા સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વરસી પર આપણે  યાદ રાખવું જોઈએ કે 9/11ના દિવસે નફરત અને ડરની હાર થઈ હતી. આપણા જીવનમાર્ગને નષ્ટ કરવા માંગતા લોકો ક્યારેય જીતી શકશે નહીં.

આ પ્રસંગે બકિંગહામ પેલેસ ખાતે ડ્યુક અને ડચેસ ઓફ ગ્લુસેસ્ટરે યુકેમાં યુએસ એમ્બેસેડર વોરેન સ્ટીફન્સ સાથે એક વિશેષ ચેન્જિંગ ઓફ ધ ગાર્ડ સમારોહમાં હાજરી આપી હતી. વોરેન સ્ટીફન્સે સેન્ટ્રલ લંડનના ગ્રોસવેનર સ્ક્વેરમાં આવેલા સપ્ટેમ્બર 11 મેમોરિયલ ગાર્ડન ખાતે શ્વેત પુષ્પ અર્પણ કરીને બ્રિટિશ જનતા દ્વારા દર્શાવવામાં આવેલી સહાનુભૂતિનો આભાર માન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter